AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roger Federer : Wimbledon 2023 માં સેન્ટર કોર્ટ પર દેખાયો 8 વખતનો ચેમ્પિયન, ટેનિસના થલાઇવાનુ જોરદાર સ્વાગત, જુઓ Video

Roger Federer: ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરની વિશ્વભરમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. મંગળવારે જ્યારે વિમ્બલ્ડનમાં માં મેચ જોવા ફેડરર પહોંચ્યો હતો ત્યારે ફેન્સની દિવાનગી સ્પષ્ટ દેખાઇ હતી. ફેડરર જ્યારે રોયલ બોક્સમાં દેખાયો હતો ત્યારે લગભગ દોઢ મિનિટ સુધી તેના માટે તાળીઓનો ગડગડાટ થતો રહ્યો.

Roger Federer : Wimbledon 2023 માં સેન્ટર કોર્ટ પર દેખાયો 8 વખતનો ચેમ્પિયન, ટેનિસના થલાઇવાનુ જોરદાર સ્વાગત, જુઓ Video
Roger Federer in Royal Box during Wimbledon 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 5:04 PM
Share

ભારતમાં દક્ષિણ સિનેમાના ફેન્સ રજનીકાંતને પ્રેમથી થલાઇવા નામથી બોલાવે છે. થલાઇવા, થલાઇવર શબ્દથી બન્યો છે જેનો અર્થ થાય છે લીડર અથવા બોસ. ફેન્સની વચ્ચે આવી જ ફોલાઇંગ દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરની છે. રોજર ફેડરર ટેનિસ જગતના મહાન ખેલાડીમાંથી એક છે. રોજર ફેડરરે તેની કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. રોજર ફેડરર જ્યારે મંગળવારે Wimbledon 2023 જોવા પહોંચ્યો હતો ત્યારે તેના ફોટો સાથે થલાઇવા કેપ્શન લખવામાં આવ્યુ હતુ. આ તેના સમ્માનમાં હતુ કે ટેનિસનો બોસ મેચ જોવા માટે આવ્યો છે.

2022માં ફેડરરે ટેનિસને કહ્યુ અલવિદા

જણાવી દઇએ કે વર્ષ 2022માં ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સપ્ટેમ્બરમાં લેવર કપમાં રોજર ફેડરરે અંતિમ વખત ટેનિસ કોર્ટ પર મેચમાં દેખાયો હતો. છેલ્લી મેચમાં રોજર તેના દિગ્ગજ હરીફ રાફેલ નડાલ સાથે કોર્ટ પર દેખાયા હતા. રોજર ફેડરર વિમ્બલ્ડનમાં 2023માં મંગળવારે નજરે પડયો હતો.

રોજર ફેડરર આઠ વખત વિમ્બલ્ડનમાં વિજેતા

આઠ વખતનો વિમ્બલ્ડન વિજેતા રોજર ફેડરર જ્યારે દર્શક તરીકે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર પહોંચ્યો હતો ત્યારે અદભૂત નજારો જોવા મળ્યો હતો. રોજર ફેડરરે જ્યારે રોયલ બોક્સમાં પ્રવેશ કર્યો હતો ત્યારે લગભગ દોઢ મિનિટ સુધી દર્શકોએ ઊભા થઇને તાળીઓ પાડી હતી.

રોયલ બોક્સમાં પ્રિન્સેસ ઓફ વેલ્સ પણ રહ્યા હાજર

રોયલ બોક્સમાં રોજર ફેડરર સાથે તેની પત્ની મિર્કા અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ પણ હાજર હતા. એક સમયે જ્યારે લાગ્યુ હતું તે તાળીઓ રોકાશે નહી ત્યારે કેટ એ રોજરને બેસવા માટેનો ઇશારો કર્યો હતો. રોજર જ્યારે સીટ પર બેઠા થયા ત્યારે તાળીઓ રોકાઇ હતી. પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમના રૂપમાં રોજર ફેડરરે વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો.

ફેડરરે પોતાની કારકિર્દીની વિમ્બલ્ડનની અંતિમ મેચ હ્યુબર્ટ હુર્કેચ સામે રમી હતી. વર્ષ 2021માં ક્વાર્ટર ફાઇનલમાં હ્યુબર્ટ હુર્કેચ સામેની હાર ફેડરરના વિમ્બલ્ડન કેરિયરની અંતિમ મેચ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">