Ashes 2023 પહેલી ટેસ્ટ : વરસાદે ત્રીજા દિવસની રમત બગાડી, ઈંગ્લેન્ડ 35 રનથી આગળ

એશિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. ત્રીજા દિવસના લંચ બાદ સ્પર્ધા વધુ હાઈ-વોલ્ટેજ બની હતી, પરંતુ ત્યારબાદ વરસાદે તેની રમત શરૂ કરી હતી અને અડધા દિવસની રમત બરબાદ કરી દીધી હતી. બીજા સેશનમાં કેટલીક ઓવર નાંખવામાં આવી હતી. ઈંગ્લેન્ડે પણ તેનો બીજો દાવ શરૂ કર્યો હતો, પરંતુ વરસાદના કારણે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 10.3 ઓવરથી વધુ રમાઈ શકાઈ ન હતી.

Ashes 2023 પહેલી ટેસ્ટ : વરસાદે ત્રીજા દિવસની રમત બગાડી, ઈંગ્લેન્ડ 35 રનથી આગળ
Rain in Ashes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 11:53 PM

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 35 રનની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે 2 વિકેટના નુકસાન પર 28 રન બનાવી લીધા છે. જો રૂટ અને ઓલી પોપ ક્રિઝ પર છે. બંને હજુ સુધી પોતાનું ખાતું ખોલાવી શક્યા નથી. વરસાદના કારણે રમત બંધ થાય તે પહેલા જ ઈંગ્લેન્ડે તેની 2 વિકેટ ગુમાવી દીધી હતી. જેક ક્રાઉલી અને બેન ડકેટ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.

ઈંગ્લેન્ડની 2 વિકેટ પડી

ક્રાઉલી માત્ર 7 રન બનાવીને સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો હતો. જ્યારે ડકેટે 19 રન પર પેટ કમિન્સની બોલ પર કેમેરોન ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા બાદ પોપ અને રૂટ ક્રિઝ પર ઉતર્યા હતા, પરંતુ વરસાદના કારણે તેઓ ત્રીજા દિવસે ક્રિઝ પર વધુ સમય રમી શક્યા ન હતા. આવી સ્થિતિમાં ચોથા દિવસે આ જોડી પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે, કારણ કે ઈંગ્લેન્ડ મજબૂત લીડ લેવાનો પ્રયાસ કરશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં માત્ર 7 રનની લીડ

આ પહેલા ઇંગ્લિશ બોલરોએ ત્રીજા દિવસે લંચ સુધી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને 386 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઉસ્માન ખ્વાજાની સદી બાદ એલેક્સ કેરી અને સુકાની પેટ કમિન્સની ઈનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને મોટી લીડ લેવાની તક આપી ન હતી. ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં માત્ર 7 રનની લીડ મળી હતી.

આ પણ વાંચોઃ દુલીપ ટ્રોફીમાં પસંદગી ન થવાથી યુવા ખેલાડી થયો નિરાશ, વેંકટેશ પ્રસાદે કહ્યું- શું મજાક ચાલી રહી છે?

ખ્વાજાના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા ધ્વસ્ત

ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની શરૂઆત પોતાની ઇનિંગ્સ 311 રનથી લંબાવી હતી. ઓસ્ટ્રેલિયાને ત્રીજા દિવસે પહેલો ફટકો એલેક્સ કેરીના રૂપમાં લાગ્યો હતો. જે 66 રન બનાવી આઉટ થયો હતો. તેના પછી ઓલી રોબિન્સને ખ્વાજાની ઇનિંગ્સને 141 રન પર રોકી દીધી હતી. 372 રનમાં 7 વિકેટ પડી ગયા બાદ ઓસ્ટ્રેલિયાએ નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ અને પછી કમિન્સના રૂપમાં તેની છેલ્લી વિકેટ 386 રનમાં ગુમાવી હતી. સ્ટુઅર્ટ બ્રોડ અને ઓલી રોબિન્સનને 3-3 સફળતા મળી હતી. જ્યારે મોઈન અલીને 2, જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સને 1-1 વિકેટ મળી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">