AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2023 1st Test Day 2 Report : ઈંગ્લેન્ડની ધરતી પર ખ્વાજાની પહેલી સેન્ચુરી, ઓસ્ટ્રેલિયા હજુ 82 રન પાછળ, જુઓ Video

Ashes 2023 1st Test Day 2 Highlights : પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઉસ્માન ખ્વાજા એ ઈંગ્લેન્ડની ધરતી પર પહેલી સેન્ચુરી ફટકારી હતી. તેણે ટેસ્ટ કરિયરની 15મી સેન્ચુરી ફટકારી હતી. સેન્ચુરી બાદનું તેનું સેલિબ્રેશન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

Ashes 2023 1st Test Day 2 Report : ઈંગ્લેન્ડની ધરતી પર ખ્વાજાની પહેલી સેન્ચુરી, ઓસ્ટ્રેલિયા હજુ 82 રન પાછળ, જુઓ Video
England vs australia ashes 2023 1st test match day 2
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 11:08 PM
Share

Ashes 2023 :  ઈંગ્લેન્ડની ધરતી પર 16 જૂનથી ઐતિહાસિક Ashes ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે પહેલી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલા દિવસે અંતિમ સેશનમાં ઈંગ્લેન્ડની ટીમે 78મી ઓવરમાં 8 વિકેટ અને  393 રન પર પ્રથમ ઈનિંગ ડિક્લેર કરી હતી.ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર અને ખ્વાજા (Usman Khawaja) ઓપનિંગ માટે આવ્યા હતા. પ્રથમ દિવસના અંતે વોર્નર 8 રન અને ખ્વાજા 4 રન સાથે રમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 ઓવરમાં 14 રન હતો.

પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઉસ્માન ખ્વાજા એ ઈંગ્લેન્ડની ધરતી પર પહેલી સેન્ચુરી ફટકારી હતી. તેણે ટેસ્ટ કરિયરની 15મી સેન્ચુરી ફટકારી હતી. સેન્ચુરી બાદનું તેનું સેલિબ્રેશન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બીજા દિવસે 94 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 311 રન હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ હવે 82 રન પાછળ છે.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે હમણા સુધી 72 Ashes ટેસ્ટ સિરીઝ રમાઈ છે. જેમાંથી 34માં કંગારુઓની અને 32માં ઈંગ્લેન્ડની ટીમની જીત થઈ છે. જ્યારે 6 ટેસ્ટ સિરિઝ ડ્રો રહી છે. આંકડાથી એ વાત સાફ છે કે બંને ટીમ દર વખતે એકબીજાને ટક્કર આપે છે.

આ પણ વાંચો : Video : ચીનમાં ચાલ્યો Lionel Messiનો જાદૂ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 80મી સેકેન્ડમાં જ કર્યો ગોલ

પહેલી ટેસ્ટના બીજા દિવસની રોમાંચક ક્ષણો

આ પણ વાંચો : Ambati Rayudu એ કર્યો મોટો ખુલાસો ! કહ્યું – BCCI અધ્યક્ષના દીકરાએ બરબાદ કર્યું મારુ કરિયર

બીજા દિવસે ટીમ ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન

  • વોર્નર – 9 રન ( 27 બોલ) (2 ચોગ્ગા)
  • ખ્વાજા* – 126 રન (279 બોલ) ( 14 ચોગ્ગા, 2 સિક્સર)
  • લાબુશેન – પહેલીવાર ટેસ્ટમાં ગોલ્ડન ડક
  • સ્મિથ – 16 રન ( 59 બોલ)
  • ટ્રેવિસ હેડ – 50 રન ( 63 બોલ) ( 8 ચોગ્ગા, 1 સિક્સર)
  • ગ્રીન – 38 રન (68 બોલ) ( 4 ચોગ્ગા, 1 સિક્સર)
  • કેરી* – 52 રન ( 80 બોલ )( 7 ચોગ્ગા, 1 સિક્સર)

બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન

  • બ્રોર્ડ – 16 ઓવરમાં 49 રન આપીને 2 વિકેટ લીધી
  • મોઈન અલી – 29 ઓવરમાં 124 રન આપીને 2 વિકેટ લીધી
  • બેન સ્ટોક્સ – 7 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી

Ashes ઈતિહાસની સૌથી જૂની ક્રિકેટ સિરીઝમાંથી એક છે. આ રોમાંચક સિરીઝની શરુઆત વર્ષ 1882-83માં થઈ હતી. વર્ષ 1882માં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી હતી. આ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં કાંગારુઓની જીત થઈ હતી. તે સમયે ઈંગ્લેન્ડની ટીમ પહેલીવાર પોતાના ઘરમાં કોઈ ટેસ્ટ સિરીઝ હારી હતી.

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમની હાર અંગ્રેજો અને બ્રિટન મીડિયા સહન કરી શકી ના હતી. આ હાર બાદ ઈંગ્લિશ મીડિયાનું એક બોલ્ડ સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું. કાંગારુ સામે મળેલી આ હારને મીડિયા એ ‘ઈંગ્લિશ ક્રિકેટની મૃત્યુ’ ગણાવી હતી. ત્યારથી જ ખરા અર્થમાં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે સૌથી મોટી રાઈવલરીની શરુઆત થઈ હતી.

વર્ષ 1883માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસે જવા પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન એ જણાવ્યું હતું કે અમે Ashes લેવા જઈ રહ્યા છે. આ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની 2-1થી જીત થઈ હતી.ત્રીજી ટેસ્ટમાં મેલબર્નમાં કેટલીક મહિલાઓ એ મળીને બીજા ટેસ્ટ મેચમાં ઉપયોગમાં લેવાયેલી સ્ટંમ્પની બેલ્સની રાખને પરફ્યુમની બોટલમાં ભરીને ટ્રોફી બનાવી હતી. તેની સાચી ટ્રોફી લોડ્સના એમસીસી મ્યૂઝિયમમાં છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">