AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2023: વરસાદના કારણે પ્રથમ સેશન રદ, મેચ 2-3 કલાક પછી શરૂ થવાની સંભાવના

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એજબેસ્ટન ખાતે એશિઝ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચના પાંચમા દિવસે વરસાદ પડતા પ્રથમ સેશન રદ થયો હતો.

Ashes 2023: વરસાદના કારણે પ્રથમ સેશન રદ, મેચ 2-3 કલાક પછી શરૂ થવાની સંભાવના
Rain in Ashes 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 5:48 PM
Share

એશિઝ 2023ની પહેલી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે વરસાદે દસ્તક આપતા અંતિમ દિવસના પહેલા સેશન પર તેની અસર પડી છે અને વરસાદના કારણે મેચ હવે થોડા સમય બાદ શરૂ થશે. હાલના સમયમાં મેચ 5:40 પછી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના કારણે પાંચમા દિવસની રમત સમય મુજબ એટલે કે બપોરે 3.30 વાગ્યા સુધી શરૂ થઈ શકી ન હતી. હવે મેચમાં થોડો વિલંબ થશે. માનવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે 2-3 કલાક સુધી મેચ રમાશે નહીં.

ચોથા દિવસે ઈંગ્લેન્ડની આક્રમક રમત

એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે બીજા દાવમાં 273 રનમાં સમેટાઈ ગયું હતું. આ પછી ચોથા દિવસની રમતમાં અંતે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી 107 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટ જીતવા માટે પાંચમા અને અંતિમ દિવસે વધુ 174 રનની જરૂર છે જ્યારે ઈંગ્લેન્ડ જીતથી સાત વિકેટ દૂર છે.

ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે પ્રથમ દિવસની રમતમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેટ્સમેન જેક ક્રાઉલે 61 રનની ઈનિંગ રમી હતી. જ્યારે જો રૂટે અણનમ રહીને 118 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય જોની બેયરસ્ટોએ 78 બોલમાં 78 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે 8 વિકેટના નુકસાને 393 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 386 રનમાં સમેટાઈ ગયું હતું.

આ પણ વાંચોઃ Najam Sethi PCB chairman: PCBની ખુરશીને લઈ પાકિસ્તાનમાં મચી ધમાલ, એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર

ઓસ્ટ્રેલિયાને 281 રનનો ટાર્ગેટ

બીજી ઈનિંગમાં ઇંગ્લિશ ટીમે આક્રમક રમત બતાવી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં વનડે ફોર્મેટની બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને ચોથા દિવસે ટીમ 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને પહેલી એશિઝ ટેસ્ટ જીતવા 281 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવી 107 રન બનાવી લીધા હતા અને હવે આજે પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા વધુ 174 રનની જરૂર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">