Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2023 : પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 273 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા 281 રનનો ટાર્ગેટ

એશિઝ 2023ની પહેલી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લિશ ટીમ બીજા દાવમાં 273 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 281 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

Ashes 2023 : પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 273 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા 281 રનનો ટાર્ગેટ
Ashes 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 10:32 PM

Ashes શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પોતાના માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે. પહેલી ઈનિંગ જલદી ડિકલેર કર્યા બાદ બીજી ઈનિંગમાં બેઝબોલ ક્રિકેટ (ફાસ્ટ ક્રિકેટ) રમવાના ચક્કરમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને હવે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 281 રનનો ટાર્ગેટ મળ્યો છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયા પાસે મેચ જીતવા એક આખો સેશન અને વધુ એક દિવસ છે, એવામાં ઇંગ્લિશ ટીમે પોતાના જ પગ પર કુહાળી મારી એવું કહી શકાય.

પ્રથમ દાવ જલદી ડિકલેર કર્યો

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા પહેલા જ દિવસે 393/8 પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 386 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ઇનિંગમાં માત્ર 7 રનની લીડ મળી હતી. જે બાદ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલ ઈંગ્લેન્ડના બેટ્સમેનો અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને તે જ તેમની ટીમને ભારે પડ્યું હતું.

ઉનાળામાં નસકોરી ફુટે તો શું કરવું?
આજનું રાશિફળ તારીખ 09-04-2025
રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો

ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડની મુશ્કેલી વધારી

ઈંગ્લેન્ડ પાસે બીજી ઈનિંગમાં પોતાની ભૂલ સુધારવાની તક હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરોએ ઈંગ્લિશ બેટ્સમેનોને કોઈ મોકો ન આપ્યો અને કોઈ પણ ખેલાડી મોટી ઈનિંગ ના રમી શક્યો.ચોથા દિવસે ઈંગ્લિશ બેટ્સમેનો માટે બે સેશન સુધી ક્રિઝ પર રહેવું મુશ્કેલ બની ગયું હતું. બીજા સેશનમાં જ આખી ટીમ 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 281 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રુટ અને હેરી બ્રૂકે સૌથી વધુ 46-46 રન બનાવ્યા હતા, જ્યારે કમિન્સ અને લાયને ચાર-ચાર વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Ashes 2023 : પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે મેચ જોવા પહોંચ્યો પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી

કેપ્ટન vs કેપ્ટન

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે બીજી ઈનિંગમાં 43 રન ફટકાર્યા હતા, તેને ઓસ્ટ્રેલિયન ટીમના કપ્તાન પેટ કમિન્સે LBW (લેગ બિફોર વિકેટ) આઉટ કર્યો હતો. બંને ટીમના સુકાનીઓએ પોતાની ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.પરંતુ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના આક્રમક રમવાના પ્રયાસમાં ઓસ્ટ્રેલિયા ફાવી ગયું હતું અને તેમને લગાતાર વિકેટો મળી હતી. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને એશિઝ પહેલી ટેસ્ટ જીતવા 281 રનની જરૂર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">