Ashes 2023: પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે જો રૂટે કંઈક એવું કર્યું જેને જોઈ દુનિયા ચોંકી ગઈ, જુઓ Video

એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે જો રૂટે કમાલ કરી હતી. તેણે બોલેન્ડના બોલ પર રિવર્સ સ્કૂપ વડે સિક્સર ફટકારી હતી.

Ashes 2023: પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે જો રૂટે કંઈક એવું કર્યું જેને જોઈ દુનિયા ચોંકી ગઈ, જુઓ Video
Joe Root Reverse Scoop Shot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 5:21 PM

ઇંગ્લેન્ડની ટીમ જે રીતે એશિઝ શ્રેણી રમી રહી છે તે ખરેખર વિશ્વના કરોડો ચાહકો માટે રોમાંચથી ઓછી નથી. ઇંગ્લિશ ટીમની બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગ પ્લેસમેન્ટ હોય, તે વિશ્વની કોઈપણ ટીમ કરતા અલગ દેખાય રહી છે. પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પણ કંઈક એવું જોવા મળ્યું જેને જોઈને ચાહકોની આંખો પોહળી થઈ ગઈ હશે.

હવે તમે વિચારતા હશો કે આખરે જો રૂટે એવું તે શું કર્યું? તો ઈંગ્લેન્ડના આ બેટ્સમેને સ્કોટ બોલેન્ડની બોલ પર રિવર્સ સ્કૂપ શોટ ફટકાર્યો હતો. શાનદાર વાત એ છે કે રૂટે ચોથા દિવસની પહેલી જ ઓવરના છઠ્ઠા બોલ પર જ આ સિક્સર ફટકારી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ચોથા દિવસની આક્રમક શરૂઆત

સામાન્ય રીતે બેટ્સમેન દિવસની શરૂઆતમાં થોડી શાંતિથી સેટ થાય છે અને પછી શોટ રમતા હોય છે. ખાસ કરીને જો મેચ ઈંગ્લેન્ડમાં હોય તો બેટ્સમેન શરૂઆતની ઓવરોમાં વધુ ધ્યાનથી રમે છે, પરંતુ જો રૂટે આ વિચાર બદલી નાખ્યો. તેણે ચોથા દિવસના પહેલા જ બોલ પર રિવર્સ સ્કૂપ રમ્યો, જે દરેક માટે ચોંકાવનારો હતો. જોકે બોલ અને રૂટના બેટ વચ્ચે કોઈ સંપર્ક નહોતો.

રૂટે પહેલી જ ઓવરમાં સિક્સર ફટકારી

દિવસની શરૂઆતના પ્રથમ બોલ પર રિવર્સ સ્કૂપ રમ્યા બાદ જો રૂટે છઠ્ઠા બોલ પર ફરીથી એ જ શોટ રમ્યો હતો. આ વખતે બોલ વિકેટકીપરની ઉપરથી બાઉન્ડ્રી પાર કરી સિક્સર સાબિત થયો હતો. પછીના બોલ પર ફરી, જો રૂટે રિવર્સ સ્કૂપ ફટકારી અને બોલ બાઉન્ડ્રી પાર ગયો. ટેસ્ટ ક્રિકેટમાં રૂટ જે પ્રકારના શોટ્સ રમી રહ્યો છે તે અદ્ભુત છે.

આ પણ વાંચોઃ ODI World Cup 2023: અફઘાનિસ્તાનના સ્પિનરોથી ભયભીત પાકિસ્તાન, ચેન્નઈમાં રમવા નથી માંગતા મેચ

બેઝબોલ ક્રિકેટ

વાસ્તવમાં, માત્ર જો રૂટ જ નહીં, ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ આ શૈલીમાં ટેસ્ટ રમી રહ્યા છે, જે બેઝબોલ ક્રિકેટ તરીકે પ્રખ્યાત થઈ રહી છે. જ્યારથી બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કોચ બન્યા છે, ત્યારથી આ ટીમની વિચારસરણી બદલાઈ ગઈ છે. દરેક બેટ્સમેન જોખમ લઈ રહ્યા છે અને રન બનાવી રહ્યા છે. આ ટેસ્ટ T20 સ્ટાઈલમાં રમાઈ રહી છે. રૂટ પણ આ રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગયો છે.

રોમાંચક તબક્કામાં પ્રથમ એશિઝ ટેસ્ટ

એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે અને તેનું કારણ પણ ઈંગ્લેન્ડની વિચિત્ર વિચારસરણી છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે એજબેસ્ટન ખાતે પોતાનો પ્રથમ દાવ ડિકલેર કરી દીધો હતો.

આ ટીમે 78 ઓવરમાં 393 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ પછી ઈંગ્લિશ ટીમે ઓસ્ટ્રેલિયાને 386 રનમાં ઓલઆઉટ કરીને 7 રનની લીડ મેળવી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયા લીડ તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ પછી ઈંગ્લેન્ડે વિચિત્ર ફિલ્ડિંગ કરીને વિરોધી ટીમને ઘેરી લીધી અને લીડ લેવાથી રોકી દીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">