એશિઝ 2023 : બેન સ્ટોકસનો ઓસ્ટ્રેલિયાને સીધો પડકાર, બે દિવસ પહેલા જાહેર કરી ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11
પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 16 જૂનથી બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે. આ મેચ સાથે ઓલરાઉન્ડર મોઈન અલી ટીમમાં વાપસી કરશે. જ્યારે બેન સ્ટોક્સ એશિઝમાં પ્રથમ વખત કપ્તાની કરશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પૂરી થયા બાદ હવે બીજી મોટી ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે. ક્રિકેટની સૌથી જૂની Rivalry એશિઝ શુક્રવાર 16 જૂનથી શરૂ થઈ રહી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડથી શરૂ થશે, જ્યાં પ્રથમ મેચ રમાશે. બંને ટીમો Ashes માટે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર બેન સ્ટોક્સની કેપ્ટન્સીવાળી ઈંગ્લેન્ડે બે દિવસ પહેલા જ પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે.
એશિઝમાં મોઈન અલીની વાપસી
એજબેસ્ટન ખાતે યોજાનારી આ મેચ માટે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સન ઈંગ્લેન્ડની ટીમમાં પરત ફર્યા છે.જ્યારે માત્ર એશિઝ માટે નિવૃત્તિમાંથી પરત ફરેલા સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડે મોટાભાગના એ જ ખેલાડીઓની પસંદગી કરી છે જેઓ બે અઠવાડિયા પહેલા આયર્લેન્ડ સામે ટેસ્ટ રમ્યા હતા.
This Approach 💥 This Team ♥ In Their Own Words 🗣
Red Ball Revolution 📽 Available now!
— England Cricket (@englandcricket) June 14, 2023
4 પેસર અને 1 સ્પિનરનો ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડની ટીમ 7 મુખ્ય બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરવાની છે, જ્યારે મોઈન અલીને આઠમાં બેટ્સમેન અને સ્પિન બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એન્ડરસન, રોબિન્સન અને સ્ટુઅર્ટ બ્રોડ ટીમના ત્રણ મુખ્ય ઝડપી બોલર છે. તેના સિવાય તેની ટીમ કેપ્ટન સ્ટોક્સ પાસેથી બોલિંગની અપેક્ષા રાખશે. પહેલાથી જ ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહેલા સ્ટોક્સને આયર્લેન્ડ સામેની ટેસ્ટ દરમિયાન પણ ઈજા થઈ હતી. સ્પિન વિભાગની જવાબદારી મુખ્યત્વે મોઈન અલી પર રહેશે, જ્યારે જરૂર પડશે તો પૂર્વ કેપ્ટન જો રૂટ પણ મેચમાં બોલિંગ કરી શકે છે. જો કે, એજબેસ્ટનની ફાસ્ટ બોલર-ફ્રેન્ડલી પિચ પર આની શક્યતા ઓછી છે.
Anderson and Robinson return for the Ashes opener 🏴 https://t.co/onvPG2jlCf | #Ashes pic.twitter.com/lwDYFxtt0N
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2023
ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન:
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જોની બેરસ્ટો (વિકેટ કીપર), મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.
આ પણ વાંચોઃ IND vs WI : હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં કરશે વાપસી, BCCI લેશે મોટો નિર્ણય!
The Mace is ours!
Congratulations to captain Pat Cummins and our men’s national team on becoming World Test Champions 🏆 pic.twitter.com/LCTILuI6ja
— Cricket Australia (@CricketAus) June 11, 2023
ઓસ્ટ્રેલિયા WTC ફાઇનલની ટીમમાં કરશે ફેરફાર?
જ્યાં સુધી ઓસ્ટ્રેલિયાનો સવાલ છે, પેટ કમિન્સની ટીમે હજુ સુધી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી. જો કે આ ટીમમાં વધુ ફેરફારની આશા નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત સામે રમાયેલી પ્લેઇંગ ઇલેવનને અહીં પણ મેદાનમાં ઉતારવાનું લગભગ નિશ્ચિત છે. સવાલ એ છે કે સ્કોટ બોલેન્ડ અને જોશ હેઝલવુડ વચ્ચે કોને સ્થાન મળશે.