AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

145 છગ્ગા ફટકારનારા અફઘાનને ‘સુરતી લોચા’ના સ્વાદથી મોજ પડી ગઈ, કહ્યુ-વાહ! શાનદાર

સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં લીજેન્ડ ક્રિકેટ લીગ રમાઈ રહી છે. જ્યાં હાલમાં ક્વોલિફાયયર તબક્કો રમા રહ્યો છે. જેમાં અર્બનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ફાઈનલમાં પહોંચી ચુકી છે. દેશ વિદેશના પૂર્વ ક્રિકેટરો હાલમાં સુરતમાં છે અને જ્યાં ક્રિકેટ રસીકો ક્રિકેટરોની ઝલક મેળવતા નજર આવી રહ્યા છે. આ દરમિયાન વિદેશી ખેલાડીઓ પણ સુરતીઓનું મનપસંદ એવો લોચાનો ટેસ્ટ પણ જરુર કરી રહ્યા છે.

145 છગ્ગા ફટકારનારા અફઘાનને 'સુરતી લોચા'ના સ્વાદથી મોજ પડી ગઈ, કહ્યુ-વાહ! શાનદાર
અસગર અફઘાને માણ્યો 'લોચો'
| Updated on: Dec 06, 2023 | 10:09 PM
Share

ગુજરાતમાં દેશ વિદેશના અનેક ખેલાડીઓ સુરતમાં ધામા લગાવી ચૂક્યા છે. અહીં સુરતમાં લીજેન્ડ લીગ ક્રિકેટની પ્રથમ ક્વોલિફાયર મેચ સમાપ્ત થઈ ચુકી છે. જ્યારે એલીમીનેટર મેચ ઈન્ડિયા કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે બુધવારે રમાઈ છે. જ્યારે બીજી ક્વોલિફાયર મેચ ગુરુવારે રમાનારી છે. આ દરમિયાન વિદેશી ખેલાડીઓ સુરતની મોજ માણવાનુ ચુકી રહ્યા નથી.

અફઘાનીસ્તાનનો ક્રિકેટર અસગર પણ આવી રીતે સુરતના લોચાની મોજ માણતા નજર આવ્યો છે. તે સ્થાનીક ગુજરાતી સ્ટાર ખેલાડીઓ સાથે મળીને લોચાની મોજ માણી હતી. આ દરમિયાન તેને લોચાનો સ્વાદ જબરદસ્ત પસંદ આવ્યો હતો.

અસગર અફઘાને કહ્યુ-વાહ!

અફઘાનીસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ ખેલાડી અસગર અફઘાન હાલમાં સુરતમાં છે. તેની ટીમ અર્બનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. ક્વોલીફાયર મેચમાં 8 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા વડે 23 રન ફટકાર્યા હતા. તોફાની રમત દર્શાવનાર અસગર સુરતમાં લોચાનો સ્વાદ માણતો નજર આવ્યો છે.

આઈપીએલના ક્રિકેટર યોગેશ નાગર, મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડી પવન શુયાલ, દિલ્હી ટીમના યોગેશ નાયર અને ગુજરાતી ખેલાડી વિપુલ નારીગરાએ સાથે મળીને સુરતી લોચાનો સ્વાદ માણ્યો હતો. લોચાને ખાતા જ અસગર બોલી ઉઠ્યો હતો કે, બસ વાહ, શાનદાર સ્વાદિષ્ટ. અસગરે કહ્યુ હતુ કે, સુરતથી વિદાય લેતા પહેલા ફરીથી લોચાની મોજ જરુર માણવી પડશે. આમ અસગરને લોચાનો સ્વાદ જબરદસ્ત ગમ્યો હોવાનું બતાવ્યુ હતુ.

અસગરનુ કરિયર

અફઘાનિસ્તાની ટીમ વતીથી અસગર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 114 વનડે ક્રિકેટ મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 2424 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેણે 12 અડધી સદી અને એક સદી પણ નોંધાવી છે. 75 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી 1382 રન નોંધાવ્યા છે. જેમાં તેણે 4 અડધી સદી નોંધાવી છે. જ્યારે 6 ટેસ્ટ મેચમાં 440 રન 1 સદી અને 3 અડધી સદીની મદદ વડે નોંધાવ્યા હતા.

ટેસ્ટમાં 11, વનડેમાં 65 અને ટી20માં 69 છગ્ગા તેણે ફટકાર્યા છે. આ સિક્સર બાજ અફઘાન ક્રિકેટર અન્ય ટી20 મેચમાં 157 છગ્ગા 114 ઈનીંગમાં નોંધાવી ચૂક્યો છે. સુરતમાં પણ તે 8 બોલની નાનકડી અણનમ ઈનીંગમાં પણ 2 શાનદાર છગ્ગા ફટકારવાનુ ચૂક્યો નહોતો.

આ પણ વાંચોઃ ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, ગાયકવાડ 7માં ક્રમે અને રવિ બિશ્નોઈ ટોપ-5 માં સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">