AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને આઉટ કરતા ગુસ્સે થયો ક્રિકેટર, જુઓ વીડિયો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ક્રિકેટ રમતો એક વીડિયો શેર કર્યો છે. જે ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને આઉટ કરતા ગુસ્સે થયો ક્રિકેટર, જુઓ વીડિયો
| Updated on: Oct 15, 2024 | 1:38 PM
Share

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માના સંબંધો ખુબ મજબુત છે. અનુષ્કા એક્ટિંગની સાથે સાથે ક્રિકેટ વિશે પણ માહિતી રાખે છે. સોશિયલ મીડિયા પર બંન્નેએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. એક શાનદાર મેચમાં અનુષ્કા શર્માએ કોહલીને ક્રિકેટ મેચમાં એક પડકાર કર્યો છે અને નિયમ પણ બદલ્યો હતો. અનુષ્કાના બોલમાં વિરાટ કોહલી આઉટ થઈ જાય છે.

 અનુષ્કાનો પહેલો નિયમ

અનુષ્કા શર્માએ વીડિયોની શરુઆતમાં નિયમોનું લાંબુ લિસ્ટ તૈયાર કર્યું હતુ. અનુષ્કાનો પહેલો નિયમ હતો કે, 3 વખત બોલ બેટને મિસ થાય તો બેટ્સમેન આઉટ થઈ જશે. બોલ સતત તેના શરીર પર લાગે છે ત્યારે તે આઉટ થઈ જાય છે. કોહલી આ સાંભળી થોડો ગુસ્સે થઈ જાય છે, અનુષ્કાને કહ્યું કે,આવું રિએક્શન આપવા પર પણ બેટ્સમેન આઉટ થશે. જ્યારે વિરાટે અનુષ્કા શર્માને બોલિંગ કરવાનું કહ્યું તો અનુષ્કાએ નિયમ ગણાવતા કહ્યું કે, બેટ જેનું હશે તે પહેલા બેટિંગ કરશે.

શોર્ટને કોહલીએ લસ્સી શોર્ટ ગણાવ્યો

અનુષ્કાના પહેલા જ બોલમાં આઉટ થતા. તેમણે વધુ એક નિયમ કહ્યું કે, પહેલો બોલ ટ્રાયલ બોલ હશે. ત્યારબાદ અનુષ્કા આઉટ થઈ. વિરાટ કોહલીએ પહેલા જ બોલ પર જોરદાર શોર્ટ રમ્યો તો અનુષ્કા શર્માએ નિયમ બનાવ્યો. તેમણે કહ્યું જે શોર્ટ રમશે તે બોલ લેવા જશે. ત્યારબાદ રમ્યો તો શોર્ટને કોહલીએ લસ્સી શોર્ટ ગણાવ્યો. ત્યારબાદ અનુષ્કા શર્માએ કોહલીના શરીર પર બોલિંગ કરી,

ક્રિકેટર અને અભિનેત્રીએ ઈટલીમાં સાત ફેરા લીધા

અનુષ્કા શર્માએ આઉટ થવાનો જશ્ન પણ મનાવ્યો હતો. કોહલી ગુસ્સે થયો અને કહ્યું આ કેવા નિયમ છે. અનુષ્કાએ તહ્યું આઠમો નિયમ જે ગુસ્સે થશે. તે આઉટ થઈ જશે. કોહલી બેટ જમીન પર મારી ચાલ્યો જાય છે. અને કહે છે. ભાડ મે જાયે ગેમ હટ…અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલિવુડમાં કપલ ગોલ આપે છે. બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. ક્રિકેટર અને અભિનેત્રીએ ઈટલીમાં સાત ફેરા લીધા હતા. પહેલી વખત બંન્ને એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા

g clip-path="url(#clip0_868_265)">