T20 World Cup 2024: ભારતીય ટીમ ટ્રોફી લઈ બાર્બાડોસથી ભારત આવવા રવાના થઈ, જુઓ વીડિયો

|

Jul 03, 2024 | 2:05 PM

ભારતીય ટીમની વતન વાપસીની દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં આવેલા વાવાઝોડાને કારણે ફસાઈ ગઈ હતી. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારતીય ટીમ પરત ફરશે. ભારતીય ટીમ ટ્રોફી સાથે ભારત પરત ફરે તેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

T20 World Cup 2024:  ભારતીય ટીમ ટ્રોફી લઈ બાર્બાડોસથી ભારત આવવા રવાના થઈ,  જુઓ વીડિયો

Follow us on

ભારતીય ટીમની વતન વાપસીનું કાઉન્ટડાઉન શરુ થઈ ચુક્યું છે. ભારતીય ક્રિકેટ ટીમની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં વાવાઝોડાને કારણે ફસાઈ ગઈ હતી. ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ બાર્બાડોસની એક હોટલમાં હતી. હવે ભારતીય ટીમનો સ્વેદશ પરત ફરવાનો એક વિમાનનો વીડિયો સામે આવ્યો છે. જે ટીમ ઈન્ડિયાને વતન પરત લાવશે. એર ઈન્ડિયાનું આ સ્પેશિયલ વિમાન બાર્બાડોસ પહોંચી ગયું છે. આ વીડિયો સમાચાર એજન્સી એએનઆઈએ શેર કર્યો છે.

ફ્લાઈટ સવારે 9 કલાકે દિલ્હી પહોંચશે

બાર્બાડોસમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 29 જૂનના રોજ 7 રનથી હાર આપ્યા બાદ રોહિત શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમની ફ્લાઈટ સવારે 9 કલાકે દિલ્હી પહોંચશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ જે ફ્લાઈટથી દિલ્હી આવી રહી છે, તે ખુબ સ્પેશિયલ છે કારણ કે, એર ઈન્ડિયાએ આને ફ્લાઈટ નંબર ‘AIC24WC’ આપ્યો છે. ભારતીય ટીમે લાંબા સમય બાદ વર્લ્ડકપ જીત્યો છે. તો તેની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર છે.

રોહિત, વિરાટ, બુમરાહને આ સિરીઝમાં નહીં મળે તક, સામે આવ્યા મોટા સમાચાર
અહિં ફેરા ફરશે અનંત અંબાણી, જુઓ લગ્ન સ્થળની ભવ્યતા
જો તમારે ઉંમર કરતા 5 વર્ષ નાના દેખાવું હોય તો કરો આ કામ
Travel Tips : મુંબઈથી 100 કિલોમીટરની અંદર આવેલા છે આ ફરવા લાયક સ્થળો
દૂધ-કેળા સાથે ખાવાથી થાય છે આ 7 ગજબના ફાયદા, જાણો અહીં
Knowledge : ગુજરાતનું આ શહેર દેશનું સૌથી સસ્તું શહેર

 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતે 7 રનથી જીત મેળવી

ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચી બીજી વખત ખિતાબ પોતાને નામ કર્યો હતો. ફાઈનલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતે 7 રનથી જીત મેળવી હતી. આ પહેલા ભારતીય ટીમ 2007 ટી20 વર્લ્ડકપ જીતી ચુકી છે. તો વનડેમાં 1983 અને 2011માં વર્લ્ડકપ જીત્યો હતો. આ વખતે વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો છે.

 

 

ટીમના સ્વાગત માટે તૈયારીઓ શરુ

ભારતીય ટીમના સ્વાગત માટે પણ જોરદાર તૈયારીઓ શરુ થઈ ચુકી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, ભારતીય ટીમ પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે ત્યારબાદ મુંબઈ આવવા રવાના થશે.ભારત તરફથી આઈસીસી વર્લ્ડકપને કવર કરવા ગયેલા મીડિયાના કેટલાક સાથીઓ પણ બાર્બાડોસમાં ફાઈનલ મેચ બાદ ફસાઈ ગયા છે. જ્ય શાહે કહ્યું હતુ કે, ટીમ ઈન્ડિયાની સાથે તેની જવાબદારી મીડિયા સાથીઓને પણ બાર્બાડોસમાંથી સુરક્ષિત બહાર લાવવાની છે.

Next Article