8 july 2024

અહિં ફેરા ફરશે અનંત અંબાણી, જુઓ લગ્ન સ્થળની ભવ્યતા

Pic credit - Socialmedia

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ થવાના છે. લગ્ન પહેલાની વિધિઓ અને લક્ઝરી વેડિંગને કારણે લગ્નની ખૂબ ચર્ચા થાય છે.

Pic credit - Socialmedia

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થવાના છે.

Pic credit - Socialmedia

લગ્ન પહેલાના કાર્યક્રમો અને અન્ય ધાર્મિક વિધિઓમાં ઘણી બધી લક્ઝરી ઈવેન્ટ્સ જોવા મળી છે.

Pic credit - Socialmedia

તમને જણાવી દઈએ કે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન વર્ષ 2022માં જ થયું હતું. તે લગભગ 1 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે.

Pic credit - Socialmedia

આ ભારતનું સૌથી પ્રીમિયમ સ્થળ માનવામાં આવે છે, જ્યાં લગ્ન, પ્રદર્શન, મીટિંગ્સ, સામાજિક મેળાવડા યોજી શકાય છે.

Pic credit - Socialmedia

આ સમગ્ર કેન્દ્રમાં 5 મોડ્યુલર હોલ, 25 મીટિંગ રૂમ, 1 બોલરૂમ, કન્વેન્શન હોલ છે. અહીં અનેક ભવ્ય કક્ષાના કાર્યક્રમો યોજી શકાય છે.

Pic credit - Socialmedia

આ સિવાય તેમાં બિઝનેસ લાઉન્જ, મલ્ટીસ્ટોરી કોન્કોર્સ પણ છે. આ સિવાય તેમાં કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ પ્લાઝા, જિયો વર્લ્ડ રેસિડેન્સ, ક્લબ હાઉસ, ગાર્ડન, બે ક્લબ પણ છે. સાથે જ સામાન્ય લોકો માટે મ્યુઝિકલ ફાઉન્ટેન જેવી ઘણી વસ્તુઓ છે.

Pic credit - Socialmedia

અહીંનો બોલરૂમ 3000 ચોરસ મીટર મોટો છે. તેમાં 3200 લોકો માટે રિસેપ્શન સ્પેસ અને 1280 લોકો માટે રાઉન્ડ ટેબલ છે. તેની લાઇટિંગ અને ઇન્ટિરિયર ખૂબ જ સુંદર છે, જે તમે તસવીરોમાં પણ જોઈ શકો છો.

Pic credit - Socialmedia

એવું માનવામાં આવે છે કે જ્યારે તેને લગ્ન પ્રસંગ માટે શણગારવામાં આવશે, ત્યારે તે ખૂબ જ સુંદર દેખાશે અને તમે કલ્પના કરી શકો છો કે અંબાણી પરિવારના આ લગ્ન કેટલા ભવ્ય હશે.

Pic credit - Socialmedia