મહિલા વર્લ્ડ કપની સફળતા બાદ ICCએ લીધો મોટો નિર્ણય, ટુર્નામેન્ટમાં ટીમોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો
આગામી ICC મહિલા વર્લ્ડ કપ ચાર વર્ષ પછી 2029 માં રમાશે, અને તે વર્લ્ડ કપ 2025 કરતા પણ વધુ મોટી અને સફળ ટુર્નામેન્ટ હશે. ICC ની આ જાહેરાત સાથે મહિલા વર્લ્ડ કપ પુરુષોના વર્લ્ડ કપની જેમ જ વધુ ટીમોવાળી ટુર્નામેન્ટ બની જશે.

ભારત અને શ્રીલંકામાં રમાયેલ ICC મહિલા વર્લ્ડ કપ 2025 એક મોટી સફળતા હતી, જેમાં અગાઉના કોઈપણ મહિલા વર્લ્ડ કપ કરતાં વધુ દર્શકો આકર્ષાયા હતા. ટીમ ઈન્ડિયાની જીતે ટુર્નામેન્ટની ભવ્યતામાં વધારો કર્યો. ઘરઆંગણે વર્લ્ડ કપ જીતીને, ટીમ ઈન્ડિયાએ વર્ષોની રાહ જોવી પડી. આ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયાની સફળતા, મહિલા ક્રિકેટની લોકપ્રિયતામાં વધારો કરશે તે નિશ્ચિત છે. આ જ કારણ છે કે ICC એ હવે મહિલા વર્લ્ડ કપનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે, આગામી ટુર્નામેન્ટમાં ટીમોની સંખ્યા વધારીને 10 કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધશે
વર્લ્ડ કપ ફાઈનલના પાંચ દિવસ પછી, શુક્રવાર, 7 નવેમ્બરના રોજ ICC ની બોર્ડ મીટિંગમાં, આગામી આવૃત્તિ માટે ટીમોની સંખ્યા વર્તમાન આઠથી વધારીને 10 કરવાની મંજૂરી આપવામાં આવી. ICC એ એક પ્રેસ રિલીઝમાં આ જાહેરાત કરી અને આ નિર્ણય માટે તાજેતરના વર્લ્ડ કપની સફળતાને પણ શ્રેય આપ્યો. ICC એ જણાવ્યું, “આ ઈવેન્ટની સફળતાના આધારે, ICC બોર્ડે ટુર્નામેન્ટની આગામી આવૃત્તિને 10 ટીમો સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે.”
2029માં યોજાશે મહિલા વનડે વર્લ્ડ કપ
આગામી મહિલા વર્લ્ડ કપ ચાર વર્ષ પછી, 2029માં રમાશે, અને તેમાં પહેલીવાર 10 ટીમો ભાગ લેશે. જોકે આ વર્લ્ડ કપના યજમાનની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ ટુર્નામેન્ટ પહેલા કરતાં વધુ ઉત્સાહ, એક્શન અને મનોરંજન લાવશે તે નિશ્ચિત છે. 2025 વર્લ્ડ કપ માટે ચાહકોની રુચિ અને દર્શકોના આંકડાએ પણ ICCનું મનોબળ વધાર્યું છે.
ર્શકોની હાજરીનો રેકોર્ડ તૂટી ગયો
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ સંસ્થાએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, “સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચોમાં લગભગ 300,000 ચાહકોએ હાજરી આપી હતી, જે કોઈપણ મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં દર્શકોની હાજરીનો રેકોર્ડ તોડી નાખે છે. ટુર્નામેન્ટમાં દર્શકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો, અને સ્ક્રીન પરના દર્શકોએ નવા રેકોર્ડ બનાવ્યા હતા, જેમાં ભારતમાં 500 મિલિયન દર્શકો આ ઈવેન્ટ જોઈ રહ્યા હતા.”
ક્વોલિફાય થવા ચાર વર્ષનું સર્કલ
વિશ્વ કપ માટે ક્વોલિફાય થવા માટે, મહિલા વિશ્વ ચેમ્પિયનશિપ ચાર વર્ષના સર્કલમાં યોજાશે, જેમાં દરેક ટીમ એક-દિવસીય શ્રેણી રમશે અને પછી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે. હંમેશની જેમ, યજમાન દેશને સીધો પ્રવેશ મળશે.
આ પણ વાંચો: IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી T20 મેચ ફ્રીમાં લાઈવ ક્યારે અને ક્યાં જોવી?
