‘બ્રેકઅપનું દુઃખ તો થાય જ’ … મોહમ્મદ સિરાજે પોતાના પહેલા પ્રેમ પર આપ્યું મોટું નિવેદન
ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો સૌથી મોટો હીરો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હતો. મોહમ્મદ સિરાજે આ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. આ મેચ પછી, તેણે એક મોટું નિવેદન આપ્યું, જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે ફક્ત છ રનની જરૂર હતી, અને ગુસ એટકિન્સન એક છેડે મજબૂત રીતે ઉભો હતો. સિરાજે તેની જાદુઈ બોલિંગનું પ્રદર્શન કર્યું, તેના એક ઝડપી યોર્કરે એટકિન્સનના ઓફ સ્ટમ્પને ઉખેડી નાખ્યો, અને ભારતે આ રોમાંચક મેચ 6 રનથી જીતી અને શ્રેણી 2-2 થી બરાબર કરી. જીત બાદ સિરાજનું એક નિવેદન ખૂબ વાયરલ થયું હતું.
સિરાજનું નિવેદન વાયરલ
આ મેચમાં સિરાજનું પ્રદર્શન કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તેણે છેલ્લી ઈનિંગમાં 30.1 ઓવરમાં 104 રન આપીને 5 વિકેટ લીધી હતી અને આખી શ્રેણીમાં 185.3 ઓવરમાં 23 વિકેટ લીધી હતી, જે અન્ય કોઈપણ બોલર કરતા વધુ હતી. પરંતુ આંકડા તેના જુસ્સા અને સમર્પણની સંપૂર્ણ કહાની કહેતા નથી. ઓવલ ગ્રાઉન્ડ પર પાંચમા દિવસે સિરાજની જીતની ભૂખે ભારતીય ક્રિકેટ ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું.
સિરાજે પોતાની લાગણી વ્યક્ત કરી
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન શુભમન ગિલ સાથે હાજર રહેલા સિરાજે પોતાની લાગણીઓ એવી રીતે વ્યક્ત કરી કે તેનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. છેલ્લી વિકેટ લીધા પછી તેની લાગણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિરાજે ખબ જ ઇમોહસનલ જવાબ આપ્યો.
‘Breakup bhi hota hai toh…’
️ Mohammed Siraj talks about his ‘love’ for the game#ENGvIND #MohammedSiraj pic.twitter.com/3kxh9ORmBx
— Cricbuzz (@cricbuzz) August 4, 2025
બ્રેકઅપનું દુઃખ તો થાય જ
તેણે કહ્યું, ‘ તે સમયે લાગણીઓ ખૂબ જ વધી ગઈ હતી. પરંતુ ડીકે (દિનેશ કાર્તિક) ભાઈ આવ્યા અને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા લાગ્યા, તેથી હું ભૂલી ગયો કે શું કહેવું. ક્રિકેટ મારો પહેલો પ્રેમ છે. હું તેના માટે કંઈ પણ કરી શકું છું. જ્યારે હું મેચ હારી જાઉં છું અથવા સારું પ્રદર્શન ન કરું છું, ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. મેં ક્રિકેટ માટે ખૂબ મહેનત કરી છે. મને ક્રિકેટ ગમે છે, અને બ્રેકઅપ હંમેશા પીડાદાયક હોય છે .’
જીતનો હીરો મોહમ્મદ સિરાજ
ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ હતો. તેણે બંને ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડની બેટિંગને બરબાદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સિરાજે મેચની પહેલી ઈનિંગમાં 4 વિકેટ લીધી અને પછી બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપાવી.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મળી આવી જીત, 77 વર્ષના દુષ્કાળનો આવ્યો અંત
