અર્શદિપ બાદ વધુ એક ભારતીય ખેલાડી ઈંગ્લેન્ડમાં રમશે કાઉન્ટી ક્રિકેટ, આ ટીમ સાથે જોડાયો
ટીમ ઈન્ડિયાની બેટ્સમેન પૃથ્વી શૉ દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. નોર્થમ્પટનશાયર માટે 4-દિવસીય મેચો ઉપરાંત પૃથ્વી શૉ રોયલ લંડન વનડેમાં પણ રમતો જોવા મળશે.
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે. મુંબઈના આ ખેલાડીએ નોર્થમ્પટનશાયર સાથે કરાર કર્યો છે. જો કે તે હાલમાં દુલીપ ટ્રોફીમાં રમી રહ્યો છે, પરંતુ તે પછી તે નોર્થમ્પટનશાયરમાં જોડાશે. પૃથ્વી શો દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. આ રીતે પૃથ્વી શૉ પ્રથમ વખત કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમતો જોવા મળશે.
નોર્થમ્પટનશાયર તરફથી રમી ચૂક્યા ઘણા સ્ટાર
પૃથ્વી શૉના કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ બિશન સિંહ બેદી, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલે જેવા ભારતીય દિગ્ગજો નોર્થમ્પટનશાયર તરફથી રમી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી શૉ રોયલ લંડન વનડેમાં 4-દિવસીય મેચો ઉપરાંત રોયલ લંડન વનડેમાં પણ રમતો જોવા મળશે.
Prithvi Shaw will be playing for Northamptonshire in County cricket. [@toi_gauravG] pic.twitter.com/kHAN552bk2
— Johns. (@CricCrazyJohns) July 1, 2023
પૃથ્વી શૉની કારકિર્દી
પૃથ્વી શૉની કારકિર્દી પર નજર કરીએ તો અત્યાર તે 6 વનડે 5 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યો છે. તેણે 5 ટેસ્ટ મેચમાં 42.37ની એવરેજથી 339 રન બનાવ્યા છે. પૃથ્વીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી હતી. આ સિવાય તેણે ભારત માટે 6 વનડેમાં 31.50ની એવરેજથી 189 રન બનાવ્યા છે. IPLમાં પૃથ્વી શૉ દિલ્હી કેપિટલ્સ તરફથી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે.
આ પણ વાંચોઃ અમ્પાયરની મોટી ભૂલ! ODIમાં એક બોલરે 11 ઓવરનો સ્પેલ ફેંકી બનાવ્યો અનોખો રેકોર્ડ
The allegation of molestation against Prithvi Shaw by Sapna Gill is baseless and lacking evidence. It has been reported that Sapna was drunk and chased Shaw’s vehicle after he declined to take a selfie. – Said Mumbai Police
#PrithviShaw pic.twitter.com/D1NjegELfv
— Vipin Tiwari (@vipintiwari952) June 27, 2023
પૃથ્વી શૉ – સપના ગિલ વિવાદ
સપના ગિલ સાથે ઝગડાને લઈ થયેલ વિવાદ બાદ પૃથ્વી અનેક વાર હેડલાઇન્સમાં રહ્યો હતો. જોકે, હવે મુંબઈના આ ખેલાડીએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં નોર્થમ્પટનશાયર તરફથી રમવાનું નક્કી કર્યું છે. આ માટે તે દુલીપ ટ્રોફી બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ત્યાં રમી શૉ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં કમબેક કરવા પ્રયાસ કરશે.