AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : T20 World Cup 2026 માટે ટીમની જાહેરાત, 600થી વધારે વિકેટ લેનાર બોલરને કેપ્ટનશીપ મળી

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપ 2026 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.ટી20માં 600થી વધારે વિકેટ લેનાર બોલરને ટીમની કમાન સોંપવામાં આવી છે.

Breaking News  : T20 World Cup 2026 માટે ટીમની જાહેરાત, 600થી વધારે વિકેટ લેનાર બોલરને કેપ્ટનશીપ મળી
| Updated on: Dec 31, 2025 | 2:14 PM
Share

ટી20 વર્લ્ડકપ 2026નું આયોજન આગામી વર્ષ થવા જનારું છે. આ ટૂર્નામેન્ટની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ ટીમો પોતાના સ્કવોડની જાહેરાત કરી રહી છે. ત્યારે ઈંગ્લેન્ડની ટીમ બાદ વધુ એક ટીમે પોતાના ટીમની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાને વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાને રાશિદ ખાનની ટીમની કમાન સોંપવી છે. ઓલરાઉન્ડર ગુલબદીન નૈબ અને ફાસ્ટ બોલર નવીન ઉલ હક પણ 1 વર્ષ બાદ ટીમમાં પરત ફર્યો છે. જે ઈજાના કારણે ટીમમાંથી બહાર હતો. નવીને પોતાની છેલ્લી ટી20 મેચ ડિસેમ્બર 2024માં ઝિમ્બામ્વે વિરુદ્ધ હરારેમાં રમી હતી.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી20 વર્લ્ડકપની સાથે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે પણ પોતાની ટીમ જાહેર કરી છે. વર્લ્ડકપમાં ભાગ લેનારી ટીમ જ વેસ્ટઈન્ડિઝ સામે રમશે. અફઘાનિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડકપ પહેલા વેસ્ટઈન્ડિઝની સાથે 3 મેચની ટી20 સીરિઝ રમશે. જેની મેજબાની અફઘાનિસ્તાને 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી કરી છે.

રિઝર્વમાં 3 ખેલાડી

શાહિદ ઉલ્લાહ કમાલ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ ઈશાકને ટીમમાં સ્થાન મળ્યું છે. યુવા ફાસ્ટ બોલર અબ્દુલ્લા અહમદજઈને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફઝલ હક ફારુકીને પણ 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમમાં એક ખાસ નામ મુઝીબ ઉર રહમાનનું છે. જેના કારણે એએમ ગજનફરને એજાજ અહમદઝઈ અને યુવા ફાસ્ટ બોલર જિયા ઉર રહમાન શરીફીની સાથે ખેલાડીઓના રિઝર્વ પુલમાં રાખવામાં આવ્યા છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની ટીમને આઈસીસીસ પુરુષ ટી20 વર્લ્ડકપ 2026ના પુલ ડીમાં ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, યુનાઈટેડ અરબ અમીરાત અને કેનેડાની સાથે રાખવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની ટીમ પોતાની પહેલી મેચ 8 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમશે.

વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ અને T20 વર્લ્ડ કપ 2026 માટે અફઘાનિસ્તાન ટીમ: રાશિદ ખાન, ઈબ્રાહિમ ઝાદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, મોહમ્મદ ઈશાક,સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસુલી, શાહિદુલ્લાહ કમાલ, અઝમતુલ્લાઈ ઉમરજઈ, ગુલબદીન નૈબ, મોહમ્મદ નબી,નુર અહમદ, મુઝીબ ઉર રહમાન,નવીન ઉલ હક, ફઝલ હક ફારુકી અને અબ્દુલા અહમદઝઈ તેમજ રિઝર્વ ખેલાડીમાં એએમ ગજનફર, ઈઝાઝ અહમદઝઈ અને જિયા ઉર રહમાન શરીફી

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">