અદાણી ગ્રુપની ટીમ Gulf Giants મિની આઈપીએલમાં બની ચેમ્પિયન, Ilt20ની ફાઈનલમાં 7 વિકેટથી મેળવી જીત

International League T20 : આ સાથે જ દુબઈમાં રમાઈ રહેલી બીજી મિની આઈપીએલને પણ તેનો નવો ચેમ્પિયન મળ્યો હતો. અદાણી સ્પોર્ટસલાઈનની માલિકી વાળી Gulf Giants ટીમ ચેમ્પિયન બની છે.

અદાણી ગ્રુપની ટીમ Gulf Giants મિની આઈપીએલમાં બની ચેમ્પિયન, Ilt20ની ફાઈનલમાં 7 વિકેટથી મેળવી જીત
Adani Sportsline Pvt Ltd cricket team Gulf Giants became championsImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 6:33 AM

ગઈ કાલે 12 ફેબ્રુઆરીના રોજ દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓએ ટી-20નો રોમાંચ માણ્યો હતો. મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ સાઉથ આફ્રિકા ટી20 લીગની ફાઈનલમાં ટી-20નો રોમાંચ જોવા મળ્યો હતો. આ લીગની ફાઈનલ મેચમાં જ્હોનિસબર્ગમાં પ્રિટોરિયા કેપિટલ્સની સામે સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમનો વિજય થયો હતો. આ સાથે જ દુબઈમાં રમાઈ રહેલી બીજી મિની આઈપીએલને પણ તેનો નવો ચેમ્પિયન મળ્યો હતો. અદાણી સ્પોર્ટસલાઈનની માલિકી વાળી Gulf Giants ટીમ ચેમ્પિયન બની છે.

જણાવી દઈએ કે આ લીગમાં 6માંથી 5 ફેન્ચાઈઝી ભારતની હતી. અદાણીની ટીમ ગલ્ફ જાયન્ટ્સ, અંબાણીની ટીમ એમઆઈ અમીરાત, શાહરુખ ખાનનની ટીમ અબુ ધાબી નાઈટ રાઈડર્સ, રાજેશ શર્માની ટીમ શારજાહ વોરિયર્સ અને જીએમઆરની ટીમ દુબઈ કેપિટલ્સ હતી. ડેઝર્સ વાઈપર્સ એક અમેરિકન ટીમ હતી. ઇન્ટરનેશનલ લીગ ટી20ની આ વર્ષે આ પહેલી સિઝન હતી.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

Gulf Giants બન્યું ચેમ્પિયન

આ ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે શરુ થઈ હતી.  ડેઝર્ટ વિપર્સની ટીમે 8 વિકેટ ગુમાવીને 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ગલ્ફ જાયન્ટસની ટીમે 3 વિકેટના નુકશાન સાથે 18.4 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ઈન્ટરનેશનલ લીગ ટી-20ની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનનાર આ પ્રથમ ટીમ છે. 14 જાન્યુઆરીથી શરુ થયેલી આ લીગમાં કુલ 34 મેચ રમાઈ હતી. આ લીગની ઓપનિંગ સેરેમનીમાં અભિનેતા શાહરુખ ખાન પણ હાજર રહ્યો હતો.

12 ફેબ્રુઆરીના રોજ આ ટીમ પણ બની ચેમ્પિયન

10 જાન્યુઆરીથી દક્ષિણ આફ્રિકામાં શરુ થયેલી મિની આઈપીએલ Sa20ને પણ તેનો નવો ચેમ્પિયન મળ્યો હતો. વરસાદને કારણે આ ફાઈનલ મેચ 11 ફેબ્રુઆરીના બદલે 12 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યે રમાઈ હતી. Sa20ની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનનાર આ ટીમ સન ગ્રુપની કાવ્યા મારનની ટીમ છે. આ ફેન્ચાઈઝીની ટીમ ભારતની આઈપીએલમાં પણ રમે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">