AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, જુઓ Video

Breaking News : જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2026 | 11:58 AM
Share

વેસ્ટ એશિયાની ભૂરાજકીય સ્થિતિ વચ્ચે જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ. ​રોઝી બંદર, બેડી બંદર અને જોડિયા ભુંગા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

રાષ્ટ્રીય સલામતી જાહેર વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબુત બનાવવા માટે મરીન કમાન્ડોએ જામનગરના દરિયાકાંઠે  મેગા પેટ્રોલિંગ કર્યું હતુ. આ પેટ્રોલિંગનો હેતુ દરિયાઈ માર્ગે મારફતે થતી કોઈ પણ ગેરકાયદેસર, અસામાજિક, આંતકવાદી અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓને અટકાવવાનો છે. તમને જણાવી દઈએ કે, જામનગરનો દરિયાકાંઠો માત્ર માછીમારો માટે નહી પરંતુ વ્યાપારની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો હોવાથી ચુસ્ત સુરક્ષા જરુરી છે.

કમાન્ડોની ચાંપતી નજર

જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ મેગા પેટ્રોલિંગ હાથ ધર્યું છે. રોઝી, બેડી બંદર અને જોડિયા ભુંગા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલું છે.સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન ચેકિંગ અને મેગા પેટ્રોલિંગ શરુ કરાયું છે. ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા કમાન્ડોની ચાંપતી નજર જોવા મળી રહી છે.

સુરક્ષા એજન્સીઓનું સઘન ચેકિંગ

નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા મરીન કમાન્ડોનું પગપાળા પેટ્રોલિંગ, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો અને નિર્જન વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ છે.દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓનું સઘન ચેકિંગ જોવા મળ્યું હતુ.શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માછીમારો સાથે સુરક્ષા એજન્સીઓનો સંવાદ થયો હતો.

 

Gujarat Weather Today : ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા વધી, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહીં અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">