IPL 2024 : 2008 થી 2023 સુધી, જાણો કઈ ટીમે કોને હરાવી ટ્રોફી જીતી, કોણ બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

|

May 26, 2024 | 12:52 PM

આઈપીએલ દુનિયાભરમાં ખુબ ચર્ચિત છે અને વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકો આ લીગને લઈ ખુબ જ ઉત્સુક રહે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી કઈ ટીમે ટાઈટલ જીત્યું છે અને કોને હાર આપી છે તે વિશે જાણીએ.

IPL 2024 : 2008 થી 2023 સુધી, જાણો કઈ ટીમે કોને હરાવી ટ્રોફી જીતી, કોણ બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

Follow us on

2021 સુધી 8 ટીમ આ લીગમાં ભાગ લેતી હતી. હવે આ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. તો ચાલો આજે જાણીએ આ ટૂર્નામેન્ટમાં કઈ ટીમે ટાઈટલ જીત્યું અને કઈ ટીમ હજુ પણ આઈપીએલનું ટાઈટલ જીતી શકી નથી. લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોરે અત્યાર સુધી એક પણ IPL ટાઇટલ જીત્યું નથી. ચાલો જાણીએ કે 2008 થી 2023 સુધી કઈ ટીમે કોને હરાવીને આ ખિતાબ જીત્યો.

 

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

2008 થી 2023 સુધી કઈ ટીમે કોને હરાવીને આ ખિતાબ જીત્યો

1.તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત 2008માં થઈ હતી. તે સમયે રાજસ્થાન રોયલ્સની ટીમ ચેમ્પિયન બની હતી. રાજસ્થાન આઈપીએલનો પહેલો ખિતાબ જીતનારી ટીમ છે. રાજસ્થાને ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હાર આપી હતી.

2.ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદે બીજી સીઝનમાં ખિતાબ પોતાને નામ કર્યો છે. આઈપીએલ 2009માં હૈદરાબાદે ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંને 6 રનથી હાર આપી હતી.

3.આઈપીએલની સૌથી મજબુત ટીમ છે ચેન્નાઈ સુપર કિંગ્સ જેમણે 2010માં આ ખિતાબ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈએ ફાઈનલમાં મુંબઈને 22 રનથી હાર આપી આ ખિતાબ જીત્યો હતો.

4.એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે સતત બીજી સીઝન ચેમ્પિયન બની હતી. 2011ની ફાઈનલમાં ચેન્નાઈના રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુને 58 રનથી હાર આપી ખિતાબ પોતાને નામ કર્યો હતો.

5.2012માં આઈપીએલને એક નવી ચેમ્પિયન ટીમ મળી હતી. બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે પાંચમી સીઝનમાં ખિતાબ જીત્યો હતો.ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં કેકેઆરે ફાઈનલમાં ચેન્નાઈને 5 વિકેટથી હાર આપી હતી.

6.આઈપીએલને 2013માં વધુ એક નવી ચેમ્પિયન ટીમ મળી હતી. આ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે ખિતાબ જીત્યો હતો. મુંબઈએ ચેન્નાઈ સુપર કિંગ્સને ફાઈનલમાં 23 રનથી હાર આપી હતી.

7.આઈપીએલ 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સે ફરી એક વખત ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ કેપ્ટન ગૌતમ ગંભીર હતા. ફાઈનલમાં કોલકાતાએ પંજાબને 3 વિકેટથી હાર આપી હતી.

8.આઈપીએલ 2015માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફરી એક વખત ચેમ્પિયન બની, રોહિત શર્માની કેપ્ટનશીપમાં ફાઈનલમાં ચેન્નાઈને હાર આપી હતી.

9.આઈપીએલની નવમી સીઝન સનરાઈઝર્સ હૈદરાબાદના નામે રહી હતી. હૈદરાબાદે વર્ષ 2016માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે પહેલી વખત પોતાને નામ ખિતાબ કર્યો હતો. હૈદરાબાદે ફાઈનલમાં બેંગ્લુરુને 8 રનથી હાર આપી હતી.

10.આઈપીએલ 2017માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 3 વખત ચેમ્પિયન બની હતી. મુંબઈએ ફાઈનલમાં રાઈઝિંગ પુને સુપરજાયન્ટસને એક રનથી હાર આપી હતી.

11.ચેન્નાઈ સુપર કિંગ્સે બે વર્ષના પ્રતિબંધ બાદ IPL 2018માં પુનરાગમન કર્યું છે. ધોનીના નેતૃત્વમાં ટીમે જબરદસ્ત વાપસી કરી હતી અને ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું.

12.IPL 2019 ની ફાઈનલ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને એક રનથી હરાવ્યું અને ચોથી વખત આઈપીએલનું ટાઈટલ જીત્યું

13.કોરોનાના કારણે IPL 2020 સપ્ટેમ્બરમાં શરૂ થઈ. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ જીત્યું હતું. મુંબઈએ ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યું અને આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની.

14.ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2021નો ખિતાબ જીત્યો. ટીમે ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું.

15.ગુજરાત ટાઇટન્સ ટીમે IPL 2022નો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. ફાઇનલમાં ગુજરાતે રાજસ્થાનને સાત વિકેટે હરાવ્યું હતું.

16.2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય હતી.

આ પણ વાંચો : IPL 2024 KKR vs SRH : આજે ચેન્નાઈમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે યોજાશે ફાઈનલ મુકાબલો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:50 pm, Sun, 26 May 24

Next Article