AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs RR Match Result : 1000મી મેચમાં ‘સૂર્ય-તિલક’ની વિસ્ફોટક ઈનિંગ, ટિમ ડેવિડે મુંબઈને અંતિમ ઓવરમાં જીતાડી મેચ

000th Match of IPL : આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની 1000મી મેચ રમાઈ હતી . મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોસ હારીને પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. ખાસ ઊજવણી બાદ આજની મેચ શરુ થઈ હતી.

MI vs RR Match Result : 1000મી મેચમાં 'સૂર્ય-તિલક'ની વિસ્ફોટક ઈનિંગ, ટિમ ડેવિડે મુંબઈને અંતિમ ઓવરમાં જીતાડી મેચ
MI vs RR Match Result
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 12:01 AM
Share

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાઈ રહી છે. આઈપીએલ 2023ની 42મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરુ થઈ હતી. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. રાજસ્થાનનો ઓપનર યશસ્વી જયસ્વાલ આજે પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 212 રન રહ્યો હતો. અંતે 1000મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી જીત મેળવી હતી.

બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની શરુઆત ખરાબ રહી હતી.  બર્થ બોય કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવી આઉટ થયો હતો. ઈશાન કિશન અને કેમરુન ગ્રીને તે સમયે મુંબઈની ઈનિંગ સંભાળી હતી. તેમના આઉટ થયા બાદ સૂર્યાકુમાર યાદવનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. સૂર્યકુમારના આઉટ થયા બાદ ટિમ ડેવિડે અંતિમ ઓવર સુધી મુંબઈની ઈનિંગ સંભાળી હતી. છેલ્લી ઓવરમાં જ્યાં 6 બોલમાં 17 રનની જરુર હતી. ત્યાં તેણે 3 સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી.

1000મી મેચની મોટી વાતો

  • રાજસ્થાન અને મુંબઈ વચ્ચે આઈપીએલ ઈતિહાસની 1000મી આઈપીએલ મેચ રમાઈ હતી.
  • કેપ્ટન રોહિત શર્મા બર્થ ડેના દિવસે મુંબઈ માટે આઈપીએલની 150 મેચ રમી હતી.
  • રોહિત શર્મા મુંબઈ માટે સૌથી વધારે મેચ રમનાર ખેલાડી બન્યો છે.
  • બટલર અને જયસ્વાલે ઓપનર તરીકે 8મી વાર 50 રનથી વધુની પાર્ટનરશિપ કરી હતી.
  • યશસ્વી જયસ્વાલે આજે આઈપીએલ કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી.
  • યશસ્વી જયસ્વાલે અનકેપ્ડ પ્લેયર તરીકે આઈપીએલમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.
  • સૌથી નાની ઉંમરમાં સેન્ચુરી ફટકારા ખેલાડીઓની લિસ્ટમાં ચોથા ક્રમે છે.
  • યશસ્વી જયસ્વાલે 21 વર્ષ 123 દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારી છે.
  • યશસ્વી જયસ્વાલે રાજસ્થાન માટે હમણા સુધીનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધવ્યો છે.
  • રોહિત શર્મા આઈપીએલમાં 64મી વાર સિંગલ ડિજીટના આંકડામાં આઉટ થયો.
  • આ મેચમાં આઈપીએલ 2023ના 650 સિક્સર પૂરા થયા હતા.
  • અશ્વિને આજે ટી20 ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી હતી.
  • આઈપીએલની પ્રથમ અને 1000મી મેચમાં સેન્ચુરી જોવા મળી.

મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અર્શદ ખાને 3 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ લીધી હતી. પિયુષ ચાવલાએ 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે જોફ્રા આર્ચર અને મેથેરીદે 1-1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 3 રન, ઈશાન કિશને 28 રન, કેમરુન ગ્રીને 44 રન, સૂર્યકુમારે 55 રન, તિલક વર્માએ 29 રન અને ટિમ ડેવિડે 45 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 10 સિક્સર અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા.

રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રન બનાવ્યા હતા. જોસ બટલરે 18 રન, સંજૂ સેમસન 14 રન, દેવદત્ત પડિક્કલે 2 રન, જેસન હોલ્ડરે 11 રન, હેટમાયરે 8 રન, ધ્રુવ જુરેલે 2 રન અને અશ્ચિને 8 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 12 સિક્સર અને 20 ચોગ્ગા જોવા મળ્યા હતા. બીજી ઈનિંગમાં અશ્વિને 2 વિકેટ લીધી હતી. જ્યારે બોલ્ટ અને સંદીપ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

1000મી મેચની ખાસ ક્ષણો

છેલ્લા 15 વર્ષમાં 16 સિઝનથી ભારત સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલની રોમાંચક મેચોનો આનંદ લઈ રહ્યા છે. આઈપીએલ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ બન્યા છે અને ઘણા રેકોર્ડ તૂટયા છે. ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે, આઈપીએલમાં પણ એવી ઘણી મેચો જોવા મળી છે જેમાં અશક્ય વાતો શક્ય બની છે. આવનારા વર્ષોમાં પણ આઈપીએલમાં નવા નવા ખેલાડીઓ આવશે અને ભારતની સૌથી મોટી ટુર્નામેન્ટને વધારે રોમાંચક બનાવશે.

રાજસ્થાન રોયલ્સે જીત્યો હતો ટોસ

રાજસ્થાન રોયલ્સ  : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

રાજસ્થાન રોયલ્સ ઇમ્પેક્ટ સબ્સ: ડોનોવન ફરેરા, એમ અશ્વિન, રિયાન પરાગ, કુલદિપ યાદવ, કુલદીપ સેન

મુંબઈ ઈન્ડિયન્સ  : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, રિલે મેરેડિથ, અરશદ ખાન

મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ સબ્સ: નેહલ વાઢેરા, રમણદીપ સિંહ, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
g clip-path="url(#clip0_868_265)">