Cricket: ઇંગ્લેંડ પ્રવાસ સાથે આ ખેલાડીઓને પોતાના ભવિષ્ય જોખમમાં મુકાવવાનો ભય, જાણો

Avnish Goswami

|

Updated on: May 16, 2021 | 5:34 PM

ભારતીય ટીમ (Team India) હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે. ઓસ્ટ્રેલીયાને તેની ધરતી પર હરાવ્યા બાદ ઇંગ્લેંડને પણ ઘરઆંગણે શાનદાર જીત મેળવી પરાસ્ત કર્યુ હતુ. ઉપરાંત ICC રેન્કીંગમાં પણ ભારતીય ટેસ્ટ ટીમ નંબર વન જાહેર થઇ છે.

Cricket: ઇંગ્લેંડ પ્રવાસ સાથે આ ખેલાડીઓને પોતાના ભવિષ્ય જોખમમાં મુકાવવાનો ભય, જાણો
Hanuma Vihari-KL Rahul

Follow us on

ભારતીય ટીમ (Team India) હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે. ઓસ્ટ્રેલીયાને તેની ધરતી પર હરાવ્યા બાદ ઇંગ્લેંડને પણ ઘરઆંગણે શાનદાર જીત મેળવી પરાસ્ત કર્યુ હતુ. ઉપરાંત ICC રેન્કીંગમાં પણ ભારતીય ટેસ્ટ ટીમ નંબર વન જાહેર થઇ છે. આમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) પહેલા ટીમ ઇન્ડીયા આત્મવિશ્વાસ થી ભરપૂર છે. ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની ટક્કર ન્યુઝીલેન્ડ (New Zealand) સામે થનાર છે. બંને ટીમો ફાઇનલ જીતીને પ્રથમ વારની ટુર્નામેન્ટની ટ્રોફી હાંસલ કરવા માટે જરુર કમર કસી લેશે.

ભારતીય ટીમે ફાઇનલ બાદ ઇંગ્લેંડ સામે તેની જ ધરતી પર પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ઇંગ્લેંડની ધરતી પર ટેસ્ટ રમવી એ આમ તો પડકારજનક જરુર માનવામાં આવે છે. જોકે ભારતીય ટીમમાં પસંદ કરાયેલા તમામ 20 ખેલાડીઓ દમદાર છે. ભારતીય ટીમ દરેક ક્ષેત્રે પડકાર ઝીલી શકવા મજબૂત છે. જોકે આ વખતે આ પડકારજનક પરિસ્થીતીમાં કેટલાક ખેલાડીઓ જો ફ્લોપ રહ્યા તો તેમના માટે ટેસ્ટ ક્રિકેટ ના દરવાજા બંધ થઇ શકે છે. આવા કેટલાક ખેલાડીઓ ટેસ્ટ ટીમ થી બહાર થઇ શકે છે. કોણ છે આવા ખેલાડીઓ કરીશુ તેમની પર નજર.

હનુમા વિહારી ટેસ્ટ ક્રિકેટ વિશેષજ્ઞ માનવામાં આવતા હનુમા વિહારીને વિશ્વ ટેસ્ટ ચમ્પિયનશીપ ફાઇનલ અને ઇંગ્લેંડ સામેની સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન હનુમા નુ ફોર્મ કંગાળ રહ્યુ હતુ. તેણે રમેલી ત્રણ ટેસ્ટ મેચમાં તે અર્ધશતકીય રમત રમી શક્યો નહોતો. તેણે પાંચ ઇનીંગ રમી ને 72 રન જ બનાવ્યા હતા. આ પહેલા ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમ્યાન પણ તે સૌથી વધુ 55 રન જ બનાવી શક્યો હતો. ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન ખરાબ પ્રદર્શન કરવાને લઇને તેને ટીમની બહાર કરવામાં આવી શકે છે.

કેએલ રાહુલ મર્યાદિત ઓવરની ક્રિકેટના બંને ફોર્મેટમાં મહત્વના ખેલાડી કેએલ રાહુલ ટેસ્ટ ક્રિકેટમાં વધારે સફળ રહી શક્યો નથી. તેણે અંતિમ ટેસ્ટ 2019માં વેસ્ટઇન્ડીઝ સામે રમી હતી. તે સમયે પણ તે અર્ધશતકીય રમત પણ રમી શક્યો નહોતો. ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન તેને રમતનો મોકો મળે છે, તો તેણે તે ભૂતકાળ ભુલાવીને દમ દેખાડવો પડશે. જો તે ફરી એકવાર ફ્લોપ શો કરે છે તો, તેના ટેસ્ટ કરિયર પર પ્રશ્નાર્થ લાગી શકે છે.

રિદ્ધીમાન સાહા આમ તો જોકે રિદ્ધીમાન સાહા ટેસ્ટ ક્રિકેટમાં પ્રાથમિકતા રહ્યો છે. જોકે ઋષભ પંત ના શાનદાર પ્રદર્શન ને લઇને તે હવે અંતિમ ઇલેવન માટે પસંદ થવો મુશ્કેલ છે. પંત એ ઓસ્ટ્રેલીયા સિરીઝ બાદ ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં પણ શાનદાર શતકીય ઇનીંગ રમી ને શાનદાર પ્રદર્શન કર્યુ છે. સાથે જ ટીમને પણ નિચલા ક્રમે આવા બેટ્સમેનની જરુર છે, જે લાંબી ઇનીંગ રમે અને સ્કોર બોર્ડ પણ આગળ વધારે. જો પંતે ઇંગ્લેંડ પ્રવાસમાં પોતાનુ શાનદાર પ્રદર્શન જારી રાખ્યુ તો, રિદ્ધીમાન સાહાનુ કરિયર પણ ધુંધળુ બની શકે છે. કારણ કે હવે તો સાહાની ઉંમર પણ વધતી જઇ રહી છે અને હાલમાં તે 37 વર્ષનો પણ થવાને આરે છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati