Cricket : ઓસ્ટ્રેલીયા સામે પ્રદર્શન માટે આનંદ મહિન્દ્રાએ કાર ગીફ્ટ કરી, ટી નટરાજને રિટર્ન ગીફ્ટ આપી

Avnish Goswami

|

Updated on: Apr 01, 2021 | 11:08 PM

ટીમ ઇન્ડીયા (Team India) સાથે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટી નટરાજન (T Natarajan) એ તેને મળેલી તક દ્રારા જબરદસ્ત પ્રદર્શન દર્શાવ્યુ હતુ. ઓસ્ટ્રેલીયા (Australia) માં તેના પ્રદર્શનને લઇને ટી નટરાજનને ઓટોમોબાઇલ કંપની માલિક આંનદ મહિન્દ્રા (Anand Mahindra) એ SUV થાર કાર ભેટ કરી હતી.

Cricket : ઓસ્ટ્રેલીયા સામે પ્રદર્શન માટે આનંદ મહિન્દ્રાએ કાર ગીફ્ટ કરી, ટી નટરાજને રિટર્ન ગીફ્ટ આપી
નટરાજન એ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરુઆત કરી હતી.

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) સાથે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટી નટરાજન (T Natarajan) એ તેને મળેલી તક દ્રારા જબરદસ્ત પ્રદર્શન દર્શાવ્યુ હતુ. ઓસ્ટ્રેલીયા (Australia) માં તેના પ્રદર્શનને લઇને ટી નટરાજનને ઓટોમોબાઇલ કંપની માલિક આંનદ મહિન્દ્રા (Anand Mahindra) એ SUV થાર કાર ભેટ કરી હતી. આ સાથે જ આનંદ મહિન્દ્રાએ પોતાના વાયદો પણ પાળી બતાવ્યો હતો. નટરાજન એ થાર ગાડી (Thar Car) ને ગીફ્ટ મળ્યા બાદ આંનદ મહિન્દ્રાને રિટર્ન ગીફ્ટ આપી હતી. નટરાજન એ સોશિયલ મીડિયા પર તસ્વીર પોષ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. નટરાજને પોતાની યાદગાર ગાબા ટેસ્ટ (Gabba Test) માં પહેરેલી જર્સી આનંદ મહિન્દ્રાને રિટર્ન ગિફ્ટ તરીકે મોકલાવી હતી.

ટી નટરાજને ટ્વીટર પર તસ્વીર શેર કરવા સાથે લખ્યુ હતુ કે ભારત માટે ક્રિકેટ રમવુ મારા જીવનનુ સૌથી મોટુ સન્માન છે. મારા માટે અહી સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો મુશ્કેલી ભર્યો રહ્યો છે. જે રીતે આપના તરફ થી મને આપનો પ્યાર અને સ્નેહ આ દરમ્યાન મળ્યો છે, તેણે મને અભિભૂત કરી દીધો ચે. અદ્ભૂત લોકો દ્રારા સમર્થન અને પ્રોત્સાહન, માર્ગ શોધવામાં મદદ કરે છે. મેં આજે નવી એસયુવી થાર કાર ડ્રાઇવ કરીને પોતાના ઘર સુધી લઇ આવ્યો છુ. આજે હું શ્રી આંનદ મહિન્દ્રાના પ્રતિ ખૂબ આભાર પ્રગટ કરુ છુ. મારી યાત્રા અને તેની સરાહના બદલ આપનો આભાર. ક્રિકેટના પ્રતિ આપનો પ્યાર જોઇને ગાબા ટેસ્ટની જર્સી આપને ભેટ કરી રહ્યો છુ.

આગામી સિઝનની આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફ થી ટી નટરાજન રમનારો છે. નટરાજનએ ઓસ્ટ્રેલીયામાં પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરુઆત કરી હતી. તેણે આ દરમ્યાન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતુ અને પોતાના પ્રદર્શન થી સૌને પ્રભાવિત પણ કર્યા હતા. આનંદ મહિન્દ્રાએ ગાબામાં ભારતની ઐતિહાસિક જીત બાદ મહંમદ સિરાજ, ટી નટરાજન, શુભમન ગીલ, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને નવદિપ સૈનીને મહિન્દ્રા થાર કાર ગીફ્ટ કરવાનુ એલાન કર્યુ હતુ. જેને લઇને નટરાજનને કાર મળી હતી.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati