Jr. Hockey World Cup: ભારત અને જર્મનીની સેમિફાઇનલ મેચ પહેલા, હોકી વર્લ્ડ કપમાં કોરોનાનો પેનલ્ટી ગોલ

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં આજે તેનો મુકાબલો જર્મની સામે થશે.

Jr. Hockey World Cup: ભારત અને જર્મનીની સેમિફાઇનલ મેચ પહેલા, હોકી વર્લ્ડ કપમાં કોરોનાનો પેનલ્ટી ગોલ
Indian Junior Hockey Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:22 PM

Jr. Hockey World Cup: કડક પ્રોટોકોલ હોવા છતાં, ભુવનેશ્વરમાં રમાઈ રહેલ FIH જુનિયર હોકી વર્લ્ડ કપ (Junior Hockey World Cup)કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયો છે અને શુક્રવારે એક વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો હતો જે કલિંગા સ્ટેડિયમના મીડિયા સેન્ટર (Media Center)ના સંપર્કમાં હતો. બાયો બબલ (Bio Bubble)ની અંદર હોવા છતાં અને મીડિયા તેના કવરેજ માટે આવતા હોવા છતાં દર 48 કલાકે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવે છે,

ગુરુવારે કરાયેલા ટેસ્ટમાં એક વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો હતો. સ્થાનિક આયોજક સમિતિના સભ્યના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ ઓડિશા સરકાર (Government of Odisha)ના રમતગમત અને યુવા બાબતોના વિભાગની સોશિયલ મીડિયા (Social media)ટીમનો સભ્ય છે.ભારત અને જર્મની વચ્ચે શુક્રવારે સાંજે સેમિફાઇનલ મેચ રમાવાની છે.

આ ઘટનાથી આયોજકોમાં ગભરાટ ફેલાયો હતો અને શુક્રવારે તમામ પત્રકારો માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો હતો જેના વિના તેમને મીડિયા સેન્ટરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. “આજે તમામ લોકો માટે RT PCR ફરજિયાત છે જેઓ મીડિયા સેન્ટરમાં આવવા અને બાકીની ટૂર્નામેન્ટ કવર કરવા માગે છે. ટેસ્ટ દર 48 કલાકે લેવામાં આવે છે પરંતુ ઓડિશા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટની સોશિયલ મીડિયા ટીમના સભ્યનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે,” સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું. તે રોજ મીડિયા સેન્ટરમાં આવતો હતો. તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મીડિયા સેન્ટરનો ઉપયોગ કરતા તમામ લોકો માટે ટેસ્ટ ફરજિયાત છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

25 નવેમ્બરથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કોવિડનો કોઈ કેસ આવ્યો નથી. તે દર્શકો વિના બાયો બબલમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે અને મીડિયાએ કડક કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જોકે ભારતની મેચોમાં દર્શકો મેદાનમાં જોવા મળે છે. બુધવારે બેલ્જિયમ સામેની ક્વાર્ટર ફાઇનલમાં લગભગ 3000 દર્શકો હતા.

રાજ્ય માહિતી અધિકારી સુજીત રંજન સ્વૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમાંના મોટાભાગના સ્પોર્ટ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, સ્ટાફ અથવા કોચ છે. કેટલાક પરિવાર સાથે આવ્યા હશે.કેટલાક પરિવારો પરિસરમાં જ રહે છે. ભારતીય ખેલાડીઓના પરિવારના 70-90 સભ્યો પણ હતા. હોકી ઈન્ડિયાના કેટલાક પ્રતિનિધિઓ અને કેટલાક ભૂતપૂર્વ હોકી ખેલાડીઓના પરિવારો પણ હતા.

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે કોરોના મહામારીને કારણે ખસી ગઈ હતી.

આ પણ વાંચો : IND vs NZ 2nd Test : ખાતું ખોલાવ્યા વગર વિરાટ કોહલી આઉટ, થર્ડ અમ્પાયરે રિવ્યુમાં કરી ભૂલ, LBW આપવા પર ઉઠ્યા સવાલ

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">