AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલિમ્પિક 2024ને નજરમાં રાખી વિદેશી કોચ-સપોર્ટ સ્ટાફના કરાર લંબાવાયા, ખેલાડીઓના હિતમાં નિર્ણયઃ કિરણ રિજ્જુ

કોમનવેલ્થ ગેમ્સ 2022, ઓલિમ્પિક 2024 અને એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રમતગમત મંત્રાલયે વિદેશી કોચ અને સપોર્ટ સ્ટાફના કરાર લંબાવ્યા છે. ભારતના વિશ્વસ્તરના ખેલાડીઓએ રમતગમત મંત્રાલયે વિદેશી કોચના કરારને લંબાવવાના નિર્ણયને આવકાર્યો છે. લંબાવેલા કરારમાં એથ્લેટીક્સ અંગેના કોચનો પણ સમાવેશ થાય છે. બે માસ અગાઉ જુલાઇ માસમ દરમ્યાન જ રમતગમત મંત્રાલયે ઓલિમ્પિક ચક્ર સાથે વિદેશી […]

ઓલિમ્પિક 2024ને નજરમાં રાખી વિદેશી કોચ-સપોર્ટ સ્ટાફના કરાર લંબાવાયા, ખેલાડીઓના હિતમાં નિર્ણયઃ કિરણ રિજ્જુ
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 06, 2020 | 12:41 PM
Share

કોમનવેલ્થ ગેમ્સ 2022, ઓલિમ્પિક 2024 અને એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રમતગમત મંત્રાલયે વિદેશી કોચ અને સપોર્ટ સ્ટાફના કરાર લંબાવ્યા છે. ભારતના વિશ્વસ્તરના ખેલાડીઓએ રમતગમત મંત્રાલયે વિદેશી કોચના કરારને લંબાવવાના નિર્ણયને આવકાર્યો છે. લંબાવેલા કરારમાં એથ્લેટીક્સ અંગેના કોચનો પણ સમાવેશ થાય છે.

Kiren Rijiju

બે માસ અગાઉ જુલાઇ માસમ દરમ્યાન જ રમતગમત મંત્રાલયે ઓલિમ્પિક ચક્ર સાથે વિદેશી અને ભારતીય કોચ માટેના કરારને લંબાવવા માટેનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અંગે રમત પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું છે કે તેનાથી રમતવીરોને મોટો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું કે, અમારા એથ્લેટ્સ માટે એક સ્પષ્ટ રોડમેપ છે, કારણ કે આપણે 2024 અને 2028 માટેની સર્વશ્રેષ્ઠ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છીએ. કોચનો કરાર વધારવાના નિર્ણયથી આપણાં એથ્લેટ્સને ફાયદો થશે કારણ કે તેઓ સમાન કોચની સાથે ટ્રેનિંગ આપતા રહેશે.

Kiren Rijiju

ભારતનું લક્ષ્ય ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં તેના પ્રદર્શનમાં વધુ ને વધુ શ્રેષ્ઠ સુધાર કરવાનો અને બહેતર બનાવવાનો છે. આ માટે વિદેશી કોચની પણ મદદ લેવામાં આવી રહી છે. વિદેશી ટીમોના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ભારત પણ રમત અંગે તેવા જ પ્રકારના માહોલનુ નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય ખેલાડીઓ પહેલાથી જ વૈશ્વીક સ્તર પર પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. વિદેશી કોચ તેમની રમતને સતત જાળવવામાં મદદરુપ સાબિત થયા છે.

Kiren Rijiju

રમત પ્રધાન રીજ્જુએ કહ્યું કે, અમારા એથ્લેટને ચોક્કસ સ્તર સુધી પહોંચાડવામાં કોચની મહત્ત્વની ભૂમિકા છે અને તેનાથી આવનારા ભવિષ્યમાં ભારતમાં વિવિધ મોટા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં મેડલ જીતવાની સંભાવનાઓમાં સુધારો થશે. ભારતની મહાન રમતવીર અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અંજુ બોબી જ્યોર્જે પણ રમત ગમત મંત્રાલયના આ પગલાંને આવકાર્યું છે. તેમણે કહ્યું કે, આ પગલું આવકાર્ય છે જે આપણા ખેલાડીઓને ભારે લાભ કર્તા સાબિત થશે. તકનીકી અને સતત તાલીમ એથ્લેટિક્સમાં અન્ય કોઈપણ રમત કરતા નોંધપાત્ર રીતે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે સ્પર્ધાની સિઝન સામાન્ય રીતે ઘણી લાંબી હોય છે.

g clip-path="url(#clip0_868_265)">