Tennis Star પેંગ શુઆઈ બે અઠવાડિયાથી ગુમ, ચીનના ટોચના નેતા પર જાતીય શોષણનો આરોપ, ચીની સરકાર ચૂપ
વિશ્વના ભૂતપૂર્વ નંબર વન ડબલ્સ ખેલાડી પેંગ શુઈએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઈબો પર એક લાંબી પોસ્ટ લખીને ચીનના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન પર આરોપ લગાવ્યો હતો અને ત્યારથી તે ગુમ છે
Tennis Star: ચીનની મહિલા ટેનિસ સ્ટાર પેંગ શુઆઈ (peng shuai)એ ટેનિસ જગતને હચમચાવી દીધું છે. ચીનના ટોચના સરકારી અધિકારી પર યૌન શોષણ (sexual harassment)નો આરોપ લગાવનાર પેંગ શુઆઈ છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે.
આ મામલો સામે આવ્યો ત્યારથી ઘણા ટેનિસ ખેલાડી (Tennis player)ઓ અને પ્રોફેશનલ ટેનિસ સંગઠનો (Tennis associations)એ ચીનની સરકારને આ મામલે સ્થિતિ સાફ કરવાની માંગ કરી છે, પરંતુ ચીન સરકાર આ મામલે મૌન બેઠી છે. ચીનના પહેલા ‘MeToo’ કેસને સ્થાનિક મીડિયામાં સ્થાન મળ્યું નથી.
ભૂતપૂર્વ વિશ્વની નંબર વન મહિલા ડબલ્સ ખેલાડી પેંગ શુઆઈ (peng shuai)એ ચીનના પ્રખ્યાત સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ વેઈબો પર 2 નવેમ્બરના રોજ ચીનના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને સામ્યવાદી પક્ષની શક્તિશાળી પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ઝાંગ ગાઓલી પર એક લાંબી પોસ્ટ લખી હતી. જો કે આરોપો પછી લગભગ અડધા કલાક પછી તેણીની પોસ્ટ કાઢી નાખવામાં આવી હતી અને ત્યારથી તેના કોઈ સમાચાર નથી કે તે જાહેરમાં દેખાઈ નથી.
Chinese tennis star Peng Shuai has sent an email to Steve Simon, the WTA Chairman & CEO, CGTN has learned. The email reads: pic.twitter.com/uLi6Zd2jDI
— CGTN (@CGTNOfficial) November 17, 2021
ચાઈનીઝ રાજ્ય મીડિયાએ ટ્વિટર પર કેટલાક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે પેંગ શુઆઈ દ્વારા મહિલા ટેનિસ એસોસિએશન (ડબ્લ્યુટીએ)ને મોકલવામાં આવેલ એક ઈમેઈલ હતો, જેમાં ટેનિસ સ્ટારે “તેના આક્ષેપોને છૂપાવ્યા છે.” પરંતુ WTA CEO અને પ્રમુખ સ્ટીવ સિમોન ઈમેલની માન્યતા પર સવાલ ઉઠાવ્યા છે.
સિમોને કહ્યું છે કે તેમને ખાતરી નથી કે આ ઈમેઈલ શુઆઈ દ્વારા લખવામાં આવ્યો હતો કે કેમ અને તેણે આ મામલે સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો યોગ્ય જવાબ ન મળે તો ચીન ટુર્નામેન્ટની યજમાની છીનવી શકે છે.
35 વર્ષીય પેંગ શુઆઈ (peng shuai)ચીનના તિયાનજિનમાં રહે છે. તેણીએ મહિલા ડબલ્સમાં બે ગ્રાન્ડ સ્લેમ જીત્યા. પહેલા તેણે 2013માં વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું અને પછી 2014માં ફ્રેન્ચ ઓપન. તે ફેબ્રુઆરી 2014માં પ્રથમ વખત ડબલ્સમાં વિશ્વની નંબર વન ખેલાડી બની હતી.
I am devastated and shocked to hear about the news of my peer, Peng Shuai. I hope she is safe and found as soon as possible. This must be investigated and we must not stay silent. Sending love to her and her family during this incredibly difficult time. #whereispengshuai pic.twitter.com/GZG3zLTSC6
— Serena Williams (@serenawilliams) November 18, 2021
ટેનિસ જગત પેંગ શુઆઈના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યું છે અને ટેનિસ સ્ટારના સમાચાર માટે ચીનની સરકારને પણ સવાલ કરી રહ્યું છે. 4 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા જાપાનની નાઓમી ઓસાકાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરી અને શુઆઈના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.
આ સિવાય સર્બિયાના દિગ્ગજ 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચે (Novak Djokovic)પણ આ મામલે તપાસની માંગ કરી છે. શુઆઈની તબિયત જાણવા માટે સોશિયલ મીડિયા પર #WhereIsPengShuai હેશટેગ પણ ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : AB de Villiers Retirement: એબી ડી વિલિયર્સને ક્રિકેટ છોડતા ભારત યાદ આવ્યું, જાણીને દરેક ભારતીય ચોંકી જશે !