Breaking News: Neeraj Chopra Diamond League: નીરજ ચોપરાએ ફરી કરી કમાલ, વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સને હરાવીને જીતી દોહા ડાયમંડ લીગ

દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક ખેલાડી જેકોબ વાડલેજ બીજા ક્રમે રહ્યો હતો.

Breaking News: Neeraj Chopra Diamond League: નીરજ ચોપરાએ ફરી કરી કમાલ, વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સને હરાવીને જીતી દોહા ડાયમંડ લીગ
Neeraj Chopra
Follow Us:
| Updated on: May 06, 2023 | 12:01 AM

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવી સિઝનની શાનદાર શરૂઆત કરી છે. નીરજ ચોપરાએ 5મી મે (શુક્રવાર)ના રોજ દોહા ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક ખેલાડી જેકોબ વાડલેજ બીજા ક્રમે રહ્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાને છે. ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એન્ડરસન પીટર્સે નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

સ્ટાર ભારતીય એથ્લેટનો પહેલો જ થ્રો 88.67 મીટર હતો. આ થ્રો સાથે નીરજે 6માંથી પ્રથમ થ્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પછી, જોકે, તે પછીના 5 થ્રોમાં આ આંકડો પાર કરી શક્યો નહોતો. નીરજનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો 86.52 મીટર હતો, જે છેલ્લા પ્રયાસમાં આવ્યો હતો.

આ પણ વાંચો: Rishabh Pant: રિષભ પંતના ચાહકો માટે સારા સમાચાર, ટેકા વગર પોતાના પગ પર ચાલવા લાગ્યો ક્રિકેટર, જુઓ Video 

આ રીતે નીરજે દોહામાં ‘વર્લ્ડ લીડિંગ’ પદ હાંસલ કર્યું. તેના પછી બીજા નંબરે ચેક રિપબ્લિકનો જેકોબ વેડલીચ હતો, જેનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.63 મીટર હતો. વર્ષના બાકીના મહિનામાં વિશ્વભરના વિવિધ શહેરોમાં ડાયમંડ લીગના વધુ રાઉન્ડ યોજાશે, ત્યારબાદ ડિસેમ્બરમાં યુજેનમાં ફાઇનલ થશે. નીરજનો પહેલો પ્રયાસ આ ફાઇનલમાં પહોંચવાનો રહેશે, જ્યાં તે સતત બીજું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">