Breaking News: IND vs WI: પહેલી T20માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 4 રને હરાવ્યું, ભારતની ખરાબ બેટિંગ
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે અને ટેસ્ટ બાદ T20 સીરિઝની ધમાકેદાર શરૂઆત થઈ હતી. પહેલી જ T20 મેચ અંતિમ ઓવર સુધી ચાલી હતી અને રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વેસ્ટ ઈન્ડિઝે ભારતને 4 રને હરાવ્યું હતું.
ટેસ્ટ અને વનડેમાં હાર સાથે શ્રેણીની શરૂઆત કરનાર વેસ્ટ ઈન્ડિઝે (West Indies) આખરે T20 શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી છે. ત્રિનિદાદમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા અને સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પરિણામ એ આવ્યું કે ટીમ ઈન્ડિયા (Team India) વેસ્ટ ઈન્ડિઝના માત્ર 150 રનના ટાર્ગેટને હાંસલ કરી શકી નહીં અને 4 રનથી હારી ગઈ હતી.
West Indies hold their nerve and go 1-0 up in the five-match T20I series 👏#WIvIND | 📝: https://t.co/NfcMJQlC3w pic.twitter.com/sMBCfpSh8W
— ICC (@ICC) August 3, 2023
હાર્દિકની કપ્તાનીમાં ત્રીજી હાર
ડેબ્યૂ કરી રહેલા યુવા બેટ્સમેન તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા, પરંતુ વેસ્ટ ઈન્ડિઝની બોલિંગ સામે બાકીના બેટ્સમેનો ટકી શક્ય નહીં. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં T20 ક્રિકેટમાં ભારતની આ ત્રીજી હાર છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોના કહરબ શોર્ટ સિલેક્શનના કારણે ટીમને હારનો સમનોમકારવા પડ્યો હતો. મેચ બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડયાએ કહ્યું હતું કે, અમે યંગ ટીમ છીએ, યંગ ખેલાડીઓથી અમુક ભૂલો થઈ છે, જે સુધારવા અમે પ્રયત્ન કરીશું.
Outstanding bowling display defends 149 against India, led by Holder’s match-winning double-wicket maiden over at the death. 🔥#WIvIND pic.twitter.com/xGvxqPNKxR
— CricXtasy (@CricXtasy) August 3, 2023
આ પણ વાંચો : IND vs WI: યુઝવેન્દ્ર ચહલે આવતાની સાથે જ મચાવી દીધી તબાહી, જુઓ Video
West Indies defeated India by 4 runs in the first T20.
WI takes 1-0 lead in the series. pic.twitter.com/PLj84PGDWo
— Johns. (@CricCrazyJohns) August 3, 2023
200મી મેચમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ નસીબ
આ T20 મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ ખાસ હતી. પાકિસ્તાન પછી ભારત માત્ર બીજી ટીમ બની છે જેણે 200 T20 મેચો હાંસલ કરી છે. આવી સ્થિતિમાં આ ઐતિહાસિક મેચમાં ટીમ ઈન્ડિયા પાસેથી જોરદાર પ્રદર્શન અને શાનદાર જીતની અપેક્ષા હતી. બોલરોએ જોરદાર પ્રદર્શન કરીને વેસ્ટ ઈન્ડિઝને માત્ર 149 રનમાં રોકી દીધું હતું, પરંતુ તે પણ IPLમાં સુપરહિટ બેટ્સમેનથી ભરેલી હાર્દિક પંડ્યાની ટીમ માટે પહાડ જેવું સાબિત થયું અને ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 145 રન બનાવી શકી.