Breaking News: IND vs WI: પહેલી T20માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતને જીતવા 150 રનનો ટાર્ગેટ, ચહલ-અર્શદિપની બે વિકેટ
T20 મેચનો રોમાંચ ભારત-વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં પણ શરૂ થઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ મેચમાં ભારતીય બોલરોએ સારી બોલિંગ કરી T20ના સ્ટાર વેસ્ટ ઈન્ડિઝના બોલરોને લાંબો સ્કોર કરવાથી રોક્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમના બોલરોએ સારું પ્રદર્શન કરતા વિન્ડિઝ ટીમને 150થી ઓછા રનમાં રોકવામાં સફળ રહ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)અને અર્શદિપ સિંહે બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિક પંડયા (Yuzvendra Chahal) અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રાવમેન પોવેલે 48 અને નિકોલસ પુરને 41 રન બનાવ્યા હતા. ભારતને જીતવા 150 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ 149/6
ભારત અને વેસ્ટ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સીરિઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેં પોવેલે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા, જ્યારે વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરને 34 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય વિન્ડિઝ ઓપનર બ્રાન્ડન કિંગે 28 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય બેટ્સમેનઓ કોઈ ખાસ કમાલ કરી શક્યા નહીં.
Impressive bowling performance from #TeamIndia! 👍
2️⃣ wickets each for Arshdeep Singh & Yuzvendra Chahal 1️⃣ wicket each for Kuldeep Yadav & captain Hardik Pandya
Target 🎯 for India – 150
Scorecard ▶️ https://t.co/AU7RtGPkYP#WIvIND pic.twitter.com/1vf2nH0m6m
— BCCI (@BCCI) August 3, 2023
ચહલની દમદાર બોલિંગ
ટોસ હારી પહેલા બોલિંગ કરતાં ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો સામે સારી બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. T20માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની તેની પહેલી જ મેચમાં કમાલ બોલિંગ કરી દમદાર કમબેક કર્યું હતું. તેણે પહેલી જ બોલ પર વિકેટ ઝડપી હતી. જ્યારે એ જ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકો આપી બેકફૂટ લાવી દીધું હતું.
આ પણ વાંચો : 18 હજારથી વધુ રન બનાવ્યા, 35 સદી ફટકારી, હવે આ ભારતીય ક્રિકેટરે લીધો સંન્યાસ
WI: 149-6(20)
An impressive performance from India’s bowling unit to restrict West Indies 👏#ArshdeepSingh #YuzvendraChahal #India #WIvsIND #Cricket #T20Is pic.twitter.com/k0GX7J4MVU
— Wisden India (@WisdenIndia) August 3, 2023
અર્શદિપની બે વિકેટ
ભારતના ફાસ્ટ બોલર અર્શદિપ સિંહે પણ આજની મેચમાં સારી બોલિંગ કરી હતી અને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવ અને કેપ્ટન હાર્દિક પંડયાએ પણ એક-એક વિકેટ ઝડપી હતી. T20માં ડેબ્યૂ કરનાર મુકેશ કુમાર વિકેટ લેવાથી વંચિત રહ્યો હતો.