Breaking News: IND vs WI: પહેલી T20માં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, તિલક વર્મા-મુકેશ કુમાર કરશે ડેબ્યૂ
વનડે અને ટેસ્ટ સીરિઝ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયા તૈયાર છે. પહેલી T20માં કેપ્ટન હાર્દિક પંડયા ફરી ટોસ હારી ગયો હતો. વેસ્ટ ઈંડીઝે ટોસ જીત પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી તિલક વર્મા અને મુકેશ કુમાર આજની મેચમાં વનડેમાં ડેબ્યૂ કરશે.
ટીમ ઈન્ડિયા (Team India) ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની છેલ્લી સીરિઝ હવે શરૂ થઈ ગઈ છે. ત્રિનિદાદમાં જે મેદાન પર ટીમ ઈન્ડિયાએ બે દિવસ પહેલા ત્રીજી વનડે મેચ જીતીને સીરિઝ પર કબજો કર્યો હતો, ત્યાં જ બંને ટીમો વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ શરૂ થઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર ટેસ્ટ અને વનડેમાં જ નહીં પરંતુ T20માં પણ ટીમ ઈન્ડિયાનો દબદબો બરકરાર છે. 2017 થી, ભારતીય ટીમ આ ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે કોઈ શ્રેણી હારી નથી.
તિલક વર્મા-મુકેશ કુમારનો T20 ડેબ્યૂ
ટીમ ઈન્ડિયા માટે આ ફોર્મેટમાં બે ખેલાડીઓ પદાર્પણ કરી રહ્યા છે પરંતુ તેમાં યશસ્વી જયસ્વાલનો સમાવેશ થતો નથી, જેમણે પોતાના વારાની રાહ જોવી પડશે. પ્રથમ T20ની સાથે જ તિલક વર્માનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ થઈ રહ્યું છે, જ્યારે ફાસ્ટ બોલર મુકેશ વર્મા ટેસ્ટ અને વનડે પછી આ ફોર્મેટમાં પોતાનું કૌશલ્ય બતાવવા માટે તૈયાર છે.
Two debutants for #TeamIndia today.
Tilak Varma and Mukesh Kumar are all set to make their T20I debuts for India 👏👏
Go well, boys.#WIvIND pic.twitter.com/o5nMrKycvB
— BCCI (@BCCI) August 3, 2023
હાર્દિક પંડયા ટોસ હાર્યો
તિલક વર્માએ પોતાનું કૌશલ્ય બતાવવા માટે રાહ જોવી પડશે પરંતુ મુકેશ કુમારને પહેલા મેચમાં પ્રભાવ પાડવાની તક મળશે કારણ કે ટીમ ઈન્ડિયા પ્રથમ બોલિંગ કરશે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે બે વનડે પછી સતત ત્રીજી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ટોસ હારી ગયો હતો.
સંજુ સેમસનનો પ્લેઇંગ 11માં સમાવેશ
પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ભારતીય ટીમમાં તિલક વર્મા અને મુકેશ કુમારને તક આપવામાં આવી છે. જોકે એવી અપેક્ષા હતી કે ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલને તક મળશે પરંતુ ઇશાન કિશનના તાજેતરના ફોર્મને કારણે યશસ્વીને આ તક મળી શકી નથી. જ્યારે સંજુ સેમસન પણ ત્રીજી વનડેમાં જોરદાર પ્રદર્શન બાદ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
West Indies win the toss and opt to bat first in Trinidad 👊#WIvIND | 📝: https://t.co/NfcMJQm9T4 pic.twitter.com/ew8Reg39kJ
— ICC (@ICC) August 3, 2023
કુલદીપ-ચહલની જોડીને મળી તક
ખાસ વાત એ છે કે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને આખરે તક મળી છે. તેને વનડે સીરિઝની કોઈપણ મેચમાં રમાડાવવામાં આવ્યો ન હતો, જેના પર સવાલો ઉઠી રહ્યા હતા. આ રીતે લાંબા સમય બાદ ફરી એકવાર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી જોવા મળશે. તેના સિવાય ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ ફેબ્રુઆરી બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે.
આ પણ વાંચો : Rich Tennis Players: Career Super Slam જીતનાર શાનદાર ખેલાડી ‘આન્દ્રે અગાસી’, જાણો કેટલી જીતી છે પ્રાઇઝ મની?
ભારતનો મજબૂત રેકોર્ડ
ભારતે 2017 થી વેસ્ટ ઈન્ડિઝ સામે એકપણ T20 શ્રેણી ગુમાવી નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લી સતત 5 T20 શ્રેણી જીતી છે. માત્ર સિરીઝ જ નહીં પરંતુ વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવામાં પણ ખાસ સફળતા મળી નથી. વિન્ડીઝની ટીમ આ 6 વર્ષમાં માત્ર 2 T20 મેચ જીતી શકી છે.
A look at our Playing XI for the game 👇👇
Live – https://t.co/a09JU5OyHV…… #WIvIND pic.twitter.com/aHHe8WNITt
— BCCI (@BCCI) August 3, 2023
બંને દેશની પ્લેઇંગ 11:
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ: રોવમેન પોવેલ (કેપ્ટન), બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ (વિકેટ કીપર ), નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હુસેન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.