AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IND vs ENG T20 મેચના સમયમાં થયો ફેરફાર, ઇંગ્લેન્ડે અચાનક આવો નિર્ણય કેમ લીધો?

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે T20 સીરિઝના સમયની જાહેરાત કરી હતી. જોકે, હવે, સીરિઝ શરૂ થાય તેના ત્રણ અઠવાડિયા પહેલા, બોર્ડે અચાનક ત્રણ મેચના સમયમાં ફેરફાર કર્યો છે.

Breaking News : IND vs ENG T20 મેચના સમયમાં થયો ફેરફાર, ઇંગ્લેન્ડે અચાનક આવો નિર્ણય કેમ લીધો?
| Updated on: Jun 09, 2026 | 7:39 AM
Share

ભારતીય ટીમ આગામી કેટલાક દિવસમાં આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. આ પ્રવાસ દરમિયાન ટી20 ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝમાં હજુ અંદાજે 3 અઠવાડિયાનો સમય બાકી છે પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. ઈસીબીએ 5 ટી20 મેચની સીરિઝના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ સીરિઝના 3 ડે-નાઈટ મેચ હવે નક્કી કરેલા સમયથી એક કલાક પહેલા શરુ થશે. આ નિર્ણયનું કારણ ટીવી પર વધારે વ્યુઅરશિપ મેળવવાનું છે.

હવે કેટલાક કલાકે મેચ શરુ થશે?

ઈએસપીએન-ક્રિકઈન્ફ્રોના રિપોર્ટ મુજબ 5માંથી 3 ટી20 મેચ ડે-નાઈટ હશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ગત્ત વર્ષે આ ટી20 સીરિઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ત્યારે આ ડે નાઈટ મેચના ટાઈમિંગ ભારતીય સમયઅનુસાર 11 વાગ્યનો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સીરિઝ શરુ થયાના થોડા દિવસ પહેલા ઈગ્લિશ બોર્ડે આમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો. હવે, ત્રણેય મેચ રાત્રે 10 વાગ્યે શરૂ થશે.

ઈંગ્લેન્ડે કેમ અચાનક આવો નિર્ણય લીધો?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈસીબીએ આ નિર્ણય સીરિઝના બ્રોડકાસ્ટર સાથે ચર્ચા બાદ લીધો છે. કારણ સ્પષ્ટ છે. ટીમ ઈન્ડિયાની મેચ જોનારની સંખ્યા કોઈ પણ અન્ય દેશથી વધારે થાય છે. પછી તે સ્ટેડિયમ હોય કે,ટીવી ઓટીટી પર. જેને લઈ બ્રોડકાસ્ટર પણ એ પ્રયત્ન કરે છે કે, મેચ એવા સમયે જોવામાં આવે. જ્યારે ભારતીય ચાહકો મેચ જોઈ શકે, આનો ફાયદો બ્રોડકાસ્ટરથી વધારે કમાણીના રુપમાં થાય છે. જેનો ફાયદો ક્રિકેટ બોર્ડ સુધી પહોંચે છે.

તમને જણાવી દઈએ કે, કોઈ પણ દેશના ક્રિકેટ બોર્ડથી વધારે ફાયદો ભારતીય ટીમના પ્રવાસથી થાય છે. ગત્ત વર્ષે ઈંગ્લેન્ડમાં ભારતની સાથે ટેસ્ટ સીરિઝથી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને મોટો ફાયદો થયો હતો. જે આ વર્ષે પણ આશા રાખવામાં આવી રહી છે. પરંતુ ટેસ્ટ સીરિઝની તુલનામાં વનડે અને ટી20 સીરિઝથી થનારી કમાણી થોડી ઓછી રહેવાની આશા છે પરંતુ આ સીરિઝ અન્ય સીરિઝ કરતા ફાયદાકારક સાબિત થશે.

આ સીરિઝની શરુઆત 1 જુલાઈથી થશે. જ્યારે ટીમ ઈન્ડિયા આયરલેન્ડમાં 2 ટી20 મેચ રમી ઈંગ્લેન્ડ પહોંચી છે. આ પ્રવાસ પહેલા 5 ટી20 મેચ રમાશે. શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરશે. આ સીરિઝ પછી 3 વનડે મેચ પણ બંન્ને ટીમ વચ્ચે રમાશે. વનડે સીરિઝ માટે હાલ ટીમની જાહેરાત થઈ નથી.

ઈંગ્લેન્ડને ક્રિકેટનું જન્મસ્થળ માનવામાં આવે છે. પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. અહી ક્લિક કરો

Follow Us
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">