AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 4 વખતની ચેમ્પિયન જર્મની FIFA World Cupમાંથી બહાર, પેરાગ્વેએ ઇતિહાસ રચ્યો

ફીફા વર્લ્ડકપ 2026માં વધુ એક ઉલેટફેર જોવા મળ્યો છે. બોસ્ટનમાં રમાયેલી મેચમાં પેરાગ્વે 4 વખતની ચેમ્પિયન ટીમ જર્મનીને વર્લ્ડકપમાંથી બહાર કર્યું છે. જર્મનીને પેનલ્ટી શૂટઆટમાં હાર મળી હતી. પેરાગ્વેના ગોલકીપરે પોતાની ટીમને જીત અપાવવા હીરો બન્યો છે.

Breaking News  : 4 વખતની ચેમ્પિયન જર્મની FIFA World Cupમાંથી બહાર, પેરાગ્વેએ ઇતિહાસ રચ્યો
Image Credit source: AI
| Updated on: Jun 30, 2026 | 9:45 AM
Share

FIFA World Cup 2026માં 4 વખતની ચેમ્પિયન ટીમ જર્મની બહાર થઈ છે. જર્મનીને રાઉન્ડ ઓફ 32માં પેરાગ્વે સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ સૌથી મોટો ઉલેટફેર માની શકાય છે. કારણ કે, જર્મનીની ટીમ ખુબ મજબુત હતી અને તે આ ખિતાબ જીતવાની પણ દાવેદાર માનવામાં આવી હતી. પેરાગ્વે આ જીત પેનલ્ટી શૂટ આઉટમાં નોંધાવી હતી. આ જીત પેરાગ્વે માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે, જર્મનીને પેનલ્ટી શૂટ આઉટમાં હારનારી પહેલી ટીમ બની ગઈ છે.

બોસ્ટનમાં રમાયેલી આ મેચમાં એક સમયે સ્કોર 1-1થી બરાબરી પર હતો.પેરાગ્વે માટે જૂલિયો એનસિસોએ ગોલ કર્યો હતો. તો જર્મનીને બરાબરી પર કાઈ હાવર્ટેઝે ઉભો રાખ્યો હતો. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં વિજેતાનો નિર્ણય થયો અને પેરાગ્વેની જીતની સ્ક્રિપ્ટ તેના ગોલકીપર ઓરલેન્ડો ગિલે લખી હતી.

જર્મની અને પેરાગ્વે પેનલ્ટી શૂટઆઉટમાં શું થયું?

  1. જર્મની માટે પહેલી પેનલ્ટી કિક Kai Havertz લીધી અને પેરાગ્વેના ગોલકીપર ઓરલેન્ડો ગિલે તેને રોક્યો હતો. ત્યારબાદ પેરાગ્વે માટે Maurício ગોલ કર્યો હતો.
  2. જર્મની માટે બીજી જોશુઆ કિમિચે કરી અને તે ગોલ કરવામાં સફળ રહ્યો હતો. પેરાગ્વે માટે ગુસ્તાવો ગોમેઝે ગોલ કરી તેને 2-1થી આગળ કર્યો છે.
  3. જર્મની માટે જમાલ મુસિયાલાએ ગોલ કરી સ્કોર 2-2 પર બરાબરી પર કર્યો હતો. ત્યારબાદ પેરાગ્વે ત્રીજો ગોલ કર્યો હતો. આ ગોલ Matías Galarza કર્યો હતો.
  4. પેરાગ્વે ગોલકીપર ઓરલેન્ડો ગિલે Nick Woltemade નો શોટ બચાવ્યો હતો. હવે પેરાગ્વેને જીત માટે એક ગોલની જરુર હતી પરંતુ ફરી ટિવસ્ટ આવ્યું હતુ.
  5. પેરાગ્વે માટે Antonio Sanabria મોટી ભૂલ કરી અને તે ગોલ કરવાથી ચૂક્યો હતો.
  6. Nadiem Amiriએ ગોલ કરી જર્મનીને બચાવ્યો અને સ્કોર 3-3ની બરાબરી પર થયો હતો.
  7. પેરાગ્વેના ખેલાડી ફેબિયન બાલ્બુએનાએ પણ એક તક ગુમાવી. આ વખતે, જર્મન ગોલકીપર ન્યુઅરે શાનદાર બચાવ કર્યો, બોલને સડન ડેથમાં મોકલી દીધો.
  8. જર્મન ખેલાડી જોનાથન તાહે ભૂલ કરી અને ક્રોસબાર ઉપર બોલ ફટકાર્યો, અને અંતે, જોસ કેનાલે ગોલ કરીને પેરાગ્વેને જર્મની સામે 4-3થી વિજય અપાવ્યો.

આ હાર સાથે જર્મની ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. પેરાગ્વે રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગયું છે. હવે તેઓ 4 જુલાઈએ ફિલાડેલ્ફિયામાં ફ્રાન્સ અને સ્વીડન વચ્ચેના મેચના વિજેતા સામે ટકરાશે.

Follow Us
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
g clip-path="url(#clip0_868_265)">