Breaking News : Bhavani Devi એ રચ્યો ઈતિહાસ, Asian Championshipsમાં મેડલ જીતનાર પહેલી ભારતીય તલવારબાજ બની
Asian Fencing Championships : ચીનના વુક્સીમાં એશિયાઈ તલવારબાજી ચેમ્પિયનશિપની મહિલા સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચીને ભવાની દેવી એ મેડલ પાક્કો કર્યો છે. તેણે આ સ્પર્ધામાં ભારત માટે પહેલો મેડલ પાક્કો કરીને ઈતિહાસ રચ્યો છે.
China : ભારતની વધુ એક દીકરી એ આજે ફરી ભારતીયોનું નામ રોશન કર્યું છે. તલવારબાજ ભવાની દેવી (Bhavani Devi) એ એશિયન ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ પાક્કો કર્યો છે. તે પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પહેલી તલવારબાજ બની છે. જણાવી દઈએ કે ચીનના વુક્સીમાં એશિયન તલવારબાજી ચેમ્પિયનશિપની મહિલા સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચીને ભવાની દેવી એ મેડલ પાક્કો કર્યો હતો. જોકે સેમિફાઈનલમાં હાર થતા તેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
ભવાની દેવી એ ક્વાર્ટર ફાઈનલમાં હાલની વર્લ્ડ ચેમ્પિયન જાપાનની મિસાકી એમુરાને 15-10ના સ્કોરથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. તે સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય તલવારબાજ બની હતી. સેમિફાઈનલમાં ભવાની દેવીની સ્પર્ધા ઉજ્બેકિસ્તાનની જેનાબ ડેયિબેકોવા સાથે હતી. સેમિફાઈનલમાં 29 વર્ષીય ભવાની દેવીને 14-15થી હારનો સામનો કરવો પડયો હતો.
ભવાની દેવી એ ભારત માટે મેડલ કર્યો પાક્કો
So its going to be a historic Bronze medal for Bhavani Devi folks ❤️ ➡️ Bhavani lost to Uzbekh fencer Zaynab Dayibekova 14-15 in Semis. ➡️ Earlier Bhavani had defeated reigning World Champion & World No. 1 in QF. ➡️ Its 1st ever medal for India in the tournament. https://t.co/D1A9YvFWd6 pic.twitter.com/zIb7GwrIWG
— India_AllSports (@India_AllSports) June 19, 2023
આ પહેલા તેને રાઉન્ડ ઓફ 64માં તેને બાય મળી હતી. બાય એટલે કે કોઈપણ હરીફ વગર સ્પર્ધામાં આગળ વધવું. આગળના રાઉન્ડમાં તેણે કઝાખસ્તાનની ડોસ્પે કરીનાને હરાવી હતી. તેણે પ્રી કવાર્ટર ફાઈનલમાં મોટો ઉલટફેર કરીને ઓજાકી સેરીને 15-11થી હરાવી હતી.
મહાસચિવ એ પાઠવી શુભેચ્છા
ભારતીય તલવારબાજી સંઘના મહાસચિવ રાજીવ મહેતા એ ભવાની દેવીની આ ઐતિહાસિક ઉપલબ્ધિ પર તેને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ ભારતીય તલવારબાજી માટે ગૌરવપૂર્ણ દિવસ છે. ભવાની એ એક કામ કર્યું છે જે હમણા સુધી કોઈ કરી શક્યું નથી.. જણાવી દઈએ કે છેલ્લા ઓલમ્પિકમાં ક્વોલિફાય કરીને પહેલી ભારતીય તલવારબાજ બની હતી. પણ રાઉન્ડ ઓફ 32ની રમતમાંથી બહાર થઈ ગઈ હતી.