Breaking News :તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ પછી, પ્રિયાએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2026 મહિલા 60 કિગ્રામીફાઈનલમાં પ્રિયા ઘંઘાસ ને ચીનની ખેલાડી વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે . બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. લવીલીના બોરગોહેન થોડી વારમાં ફાઈનલમાં ઉતરશે.

તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ બાદ, ભારતે બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રિયા ઘંઘાસ (Priya Ghanghas)મહિલાઓની 60 કિગ્રા સેમિફાઇનલમાં હારી ગઈ. તેમણે અનુભવી ચીની બોક્સર ચેંગ્યુ યાંગે સ્પિલટ ડિસીઝનથી 4-1થી હરાવી. તેની સેમિફાઇનલ હાર સાથે, પ્રિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. લવલીના બોર્ગોહેન ટૂંક સમયમાં બોક્સિંગ સેમિફાઇનલમાં ભાગ લેશે.
મેડલ ટેલીમાં 9માં સ્થાને
હવે આપણે એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલની વાત કરીએ તો. ભારત મેડલ ટેલીમાં 9માં સ્થાને છે. 8 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર મેડલ અને 26 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 55 મેડલ છે.2026 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા બોક્સિંગ 60 કિગ્રા વર્ગમાં પ્રિયા ઘંઘાસે ફાઇનલમાં મેરી અલ-અહમદિયેહને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
View this post on Instagram
કોણ છે પ્રિયા ધંધાસ?
પ્રિયા ધંધાસ હરિયાણાના ભવાની જિલ્લામાં સ્થિત ધનાના ગામથી આવે છે. તેના પિતાનું નામ મહેન્દ્ર ધંધાસ છે. તે એક બિઝનેસમેન છે. તેની માતા હાઉસ વાઈફ છે. માતા-પિતા સિવાય ઘરમાં તેનો એક ભાઈ અને બહેન પણ છે. ભાઈનું નામ નીરજ છે. નીરજ પણ બોકસિંગમાં નામ બનાવવા માંગે છે. પ્રિયાની શાનદાર રમત જોઈ લોકો તેને ગોલ્ડન ગર્લ અને મિની ક્યુબા ભિવાની ની નવી દીકરી પણ કહે છે.
પ્રિયા 60 કિગ્રા વજન વર્ગમાં ભાગ લે છે
પ્રિયા 60 કિગ્રા વજન વર્ગમાં ભાગ લે છે. તેમણે 2016માં તેની બોક્સિંગ કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારથી તે રિંગમાં છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયાને બોક્સિંગ કરતાં કુસ્તી વધુ ગમતી હતી. પરંતુ 2008માં વિજેન્દ્ર સિંહનું પ્રદર્શન જોયા પછી, તેમણે બોક્સિંગમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું.ભારતના મેડલની વાત કરીએ તો. એશિયન ગેમ્સ 2026માં મેડલની સંખ્યા 50ને પાર થઈ છે. ભારત મેડલ ટેલીમાં 9માં સ્થાને છે. 8 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર મેડલ અને 26 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 55 મેડલ છે.
ભારતે આર્ચરીમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 2026 એશિયન ગેમ્સ (Asian Games 2026)માં પોતાનો આઠમો ગોલ્ડ મેડલ જીત્યો છે. મિક્સ કમ્પાઉન્ડ ટીમ તીરંદાજી ઇવેન્ટની ફાઇનલમાં ભારતે સાઉથ કોરિયાને હરાવ્યું હતું. ભારતે શૂટ-ઓફમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.20મી એશિયન ગેમ્સમાં આર્ચરીમાં મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ તો જીત્યો છે. આ સાથે લોસ એન્જીલ્સ 2028માં રમાનારી ઓલિમ્પિકની ટિકિટ પર મેળવી લીધી છે.
