ભારતીય જોરાવરસિંહે રસ્સી કુદમાં બનાવી દીધો વિશ્વ વિક્રમ, માત્ર 30 જ સેકન્ડમાં 147 વાર દોરડા કુદ કરી શકે છે

તમને જાણીને નવાઈ લાગશે કે દોરડા કુદમાં પણ વિશ્વ વિક્રમ હોઈ શકે, માત્ર વિશ્વ વિક્રમ જ નહીં પરંતુ તે માટેની વૈશ્વિક સ્પર્ધા પણ હોય છે. આમ તો સામન્ય રીતે ઘરેલુ રમત ગણાતી દોરડા કુદમાં ઘણાં ખરા લોકો અને અને ખાસ કરીને યુવતીઓ પણ નવરાશની પળોમાં દોરડા કુદ પર હાથ અજમાવી લેતી હોય છે. સામાન્ય કસરત […]

ભારતીય જોરાવરસિંહે રસ્સી કુદમાં બનાવી દીધો વિશ્વ વિક્રમ, માત્ર 30 જ સેકન્ડમાં 147 વાર દોરડા કુદ કરી શકે છે
Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 7:54 PM

તમને જાણીને નવાઈ લાગશે કે દોરડા કુદમાં પણ વિશ્વ વિક્રમ હોઈ શકે, માત્ર વિશ્વ વિક્રમ જ નહીં પરંતુ તે માટેની વૈશ્વિક સ્પર્ધા પણ હોય છે. આમ તો સામન્ય રીતે ઘરેલુ રમત ગણાતી દોરડા કુદમાં ઘણાં ખરા લોકો અને અને ખાસ કરીને યુવતીઓ પણ નવરાશની પળોમાં દોરડા કુદ પર હાથ અજમાવી લેતી હોય છે. સામાન્ય કસરત રુપની આ દોરડા કુદમાં એક વ્યક્તિએ વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. ભારતીય જોરાવરસિંહે દોરડા કુદ પર જોર લગાવી હાંસલ કરેલા આ વિક્રમથી તમને પણ આશ્વર્ય સર્જાશે. દિલ્હીના જોરાવર સિંહ નામના 21 વર્ષના યુવકે રસ્સી કુદના મામલામાં નામ નિકાળ્યુ છે. પગમાં રોલર સ્કેટ એટલે કે પૈડા વાળા જુતા પહેરીને પણ તે રસ્સી કુદ કરે છે. એટલી ઝડપથી તે રસ્સી કુદ કરે છે કે માત્ર 30 જ સેકન્ડમાં 147 વખત પોતાના શરીર પરથી દોરડાને ગોળ ફેરવી લે છે.

Bhartiya joravarsinh e rasi kud ma banavi didho vishwa vikram matra 30 second ma 147 var dorda kud kari shake che

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આટલી ઝડપએ આશ્વર્ય પમાડે તેવી છે અને તે પણ રોલર સ્કેટ પહેરીને કારણ કે રોલર સ્કેટીંગ સાથે આટલી ઝડપે દોરડાને કુદવા જતા ક્યાંક અકસ્માત પણ સર્જાઈ શકે છે અને તેમાં પોતાના શરીરે ઈજા પણ પહોંચી શકે છે. જોરાવરસિંહ આમતો સ્કુલના દિવસોમાં ડીસ્ક થ્રોઅર ખેલાડી તરીકેના ટ્રેક પર દોડી રહ્યા હતા. પરંતુ તાલીમ દરમ્યાન જ એક દિવસે તેમને એક અકસ્માત નડ્યો હતો. એ અકસ્માતમાં તેમને ડીસ્ક સ્લીપ થઈ હતી. આ માટે તબીબોએ તેમને કેટલાક મહિનાઓ આરામ કરવા માટે સલાહ આપી હતી. પરંતુ એકાદ સપ્તાહ બાદ જ તેમણે ફિટનેસ જાળવવા માટે થઈને દોરડા કુદવા માટેનો પ્રયાસ શરુ કર્યો હતો. જે દરમ્યાન તેને તેમાં રસ વધ્યો અને તેઓ સ્પર્ધાત્મક દોરડા કુદમાં ઝંપલાવ્યુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Bhartiya joravarsinh e rasi kud ma banavi didho vishwa vikram matra 30 second ma 147 var dorda kud kari shake che

તેઓએ નેશનલ ચેમ્પિયન અને દક્ષિણ એશીયાઈ ચેમ્પિયનશીપ પણ જીતી હતી. વર્ષ 2016માં જોરાવર પોર્ટુગલના પ્રવાસે વિશ્વ દોરડા કુદ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેઓ ગંભીર રીતે બિમાર થયા હતા અને તેઓ ચોથા  નંબર પર જ પહોંચી શક્યા હતા. પરંતુ આ દરમ્યાન તેઓને અન્ય સ્પર્ધકોને જોઈને દોરડા કુદના મામલામાં વિશ્વ રેકોર્ડ કરવા માટેનું ઝુનુન સવાર થઈ આવ્યુ હતુ. આમ તેઓએ પોતાના ઝુનુનના સહારે આખરે દિલ્હીમાં યોજાયેલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ઈવેન્ટમાં તે પુરવાર કરી દર્શાવ્યુ હતુ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati