ભારતે ઓસ્ટ્રેલીયા સામે પાંચ વિકેટે 302 રન કર્યા, હાર્દીક અને જાડેજાની શાનદાર ભાગીદારી

ભારતે ઓસ્ટ્રેલીયા સામે પાંચ વિકેટે 302 રન કર્યા, હાર્દીક અને જાડેજાની શાનદાર ભાગીદારી

ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલીયા સામે ત્રીજી વન ડે મેચ રમી રહી છે. સીરીઝની આખરી મેચ કેનબેરામાં રમાઇ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ભારતીય ટીમ પહેલા બેટીંગ માટે મેદાનમાં ઉતરી હતી. ભારત તરફ થી ત્રણ બેટ્સમોનેએ અર્ધશતક નોંધાવ્યા હતા. જેમાં હાર્દીક પંડ્યા 92 અને રવિન્દ્ર જાડેજાએ 66 રન કર્યા હતા,. ભારતીય ટીમે 50 ઓવરના […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 02, 2020 | 1:08 PM

ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલીયા સામે ત્રીજી વન ડે મેચ રમી રહી છે. સીરીઝની આખરી મેચ કેનબેરામાં રમાઇ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ભારતીય ટીમ પહેલા બેટીંગ માટે મેદાનમાં ઉતરી હતી. ભારત તરફ થી ત્રણ બેટ્સમોનેએ અર્ધશતક નોંધાવ્યા હતા. જેમાં હાર્દીક પંડ્યા 92 અને રવિન્દ્ર જાડેજાએ 66 રન કર્યા હતા,. ભારતીય ટીમે 50 ઓવરના અંતે 302 રન નો સ્કોર કર્યો હતો. 

ભારતની બેટીંગ.

ભારતીય ટીમ ના ઓપનરો આજે પણ મોટી ઇનીંગ રમી શક્યા નહોતા. શિખર ધવન 16 રન કરીને જ પેવેલીયન પરત ફર્યો હતો. જ્યારે શુભમન ગીલ 33 રન કરીને આઉટ થયો હતો. જોકે વિરાટ કોહલીએ ઇનીંગને સંભાળી લેવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે વન ડે ક્રિકેટમાં પોતાના 12,000 રન ઝડપ થી પુરા કરી લેવા સાથે આજની મેચમાં જરુરી ઇનીંગ પણ રમી દર્શાવી હતી. તેણે 63 રનની પારી રમી હતી. જોકે તેના આઉટ થવા જ ભારતીય ટીમ જાણે કે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. કારણ કે શ્રેયસ ઐયર 19 અને કેએલ રાહુલ પણ 5 રન કરીને આઉટ થઇ ગયા હતા. જોકે બાદમાં હાર્દીક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ટીમની બગડેલી સ્થિતીને સુધારી લીધી હતી. બંને ઓલરાઉન્ડરોએ સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી પોતાના ખભે લીધી હતી. હાર્દીકે અણનમ 92 રન 76 બોલમાં કર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 50 બોલમાં 66 રન કર્યા હતા. આમ ટીમનો સ્કોર 300 પાર પહોંચી શક્યો હતો. 

ઓસ્ટ્રેલીયાની બોલીંગ.

એસ્ટોન અગર એ આજે ઓસ્ટ્રેલીયા વતી સફળ પ્રદર્શન કર્યુ હતુ, તેણે 10 ઓવરમાં 44 રન આપીને બે વિકેટ ઝડપી હતી.  આ ઉપરાંત એડમ ઝંપાએ 10 ઓવરમાં 45 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડે પણ વિરાટ કોહલીની મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે 66 રન ગુમાવીને વિરાટની એક માત્ર વિકેટ ઝડપી હતી.

સીઅન એબોટ્ટ એ 84 રન ગુમાવ્યા હતા 10 ઓવરમાં, તેણે પણ એક વિકેટ મેળવી હતી પરંતુ ખુબ ખર્ચાળ સાબિત થયો હતો. જોકે ઓસ્ટ્રેલીયાના બોલરો હાર્દીક અને જાડેજાની ભાગીદારીને તોડી શક્યા નહોતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati