Bangladesh: ઓપનર તમીમે અનોખો રેકોર્ડ રચ્યો, આમ કરનારો દુનિયાનો પ્રથમ ક્રિકેટર
બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડીઝ (Bangladesh vs West Indies) વચ્ચે ચડગાંવના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં બાંગ્લાદેશ તરફ થી T20 અને વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ઓપનર બેટ્સમેન તમીમ ઇકબાલ (Tamim Iqbal) એ એક ખાસ વિશ્વવિક્રમ (World Record) પોતાના નામે કર્યો છે.

બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડીઝ (Bangladesh vs West Indies) વચ્ચે ચડગાંવના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં બાંગ્લાદેશ તરફ થી T20 અને વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ઓપનર બેટ્સમેન તમીમ ઇકબાલ (Tamim Iqbal) એ એક ખાસ વિશ્વવિક્રમ (World Record) પોતાના નામે કર્યો છે. પ્રથમ ઇનીંગમાં 9 રનની નાની પારી રમવા છતાં, તમીમ પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. આ રીતે તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશ તરફ થી સૌથી વધુ રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ એક એવો રેકોર્ડ જેને વિરાટ કોહલી (Virat Kohli) અને સચિન તેંદુલકર (Sachin Tendulkar) જેવા દિગ્ગજ બેટ્સમેન નથી બનાવી શક્યા.
પોતાની 61 મી ટેસ્ટ મેચ રમી રહેલા તમીમના નામે હવે ટેસ્ટ ક્રિકેટમાં 4414 રન થઇ ગયા છે. જેમાં નવ શતક અને આઠ અર્ધ શતક સામેલ છે. આ ઉપરાંત તેના બેટ થી એક બેવડી સદી પણ નોંધાઇ ચુકી છે. તેણે બાંગ્લાદેશ તરફ થી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં વિકેટકીપર બેટ્સમેન મુશ્ફિકુર રહિમને પાછળ છોડી દીધો છે. જેણે 70 મેચમાં 4413 રન બનાવ્યા હતા. જેમાં તેણે સાત શતક અને 21 અર્ધ શતક લગાવ્યા હતા.
મુશ્ફિકુર રહીમ પણ આ મેચનો હિસ્સો છે અને તેની હજુ બેટીંગ નથી આવી. આ ટેસ્ટમાં તે બે રન બનાવતા જ એક વખત ફરી થી ટેસ્ટ ક્રિકેટમાં બાંગલાદેશન તરફ થી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન તે બની જશે. ટેસ્ટ ઉપરાંત તમીમ ઇકબાલ એ વન ડે ક્રિકેટમાં 210 મેચોમાં 7360 રન બનાવ્યા છે. જેમાં 13 શતક અને 49 અર્ધ શતક પણ સામેલ છે. આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં તેણે 1701 રન બનાવ્યા છે, જેમાં એક શતક અને 7 અર્ધ શતક સામેલ છે.
Latest News Updates





