ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે રોહિત શર્મા, વિવાદ બાદ BCCIએ લીધો નિર્ણય

|

Nov 09, 2020 | 5:25 PM

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ ખબર સામે આવી રહી છે. ત્યારે રોહિત શર્માને અનફિટ કહીને ટીમમાં પસંદગી ન કરવા બદલ વિવાદ ઉઠ્યા બાદ રોહિત શર્માને હવે ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટીમ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે રોહિત શર્મા 11 નવેમ્બરે ટીમના અન્ય ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા માટે રવાના નહીં થાય પણ ત્યારબાદ […]

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે રોહિત શર્મા, વિવાદ બાદ BCCIએ લીધો નિર્ણય

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુત્રોના જણાવ્યા અનુસાર રોહિત શર્મા નિશ્ચિત રુપથી ટેસ્ટ સીરીઝનો હિસ્સો રહેશે પણ એ વાતની સંભાવના બહુ ઓછી છે કે વનડે અને ટી-20 સીરીઝ માટે ફીટ થઈ શકે. આ પ્રવાસ દરમિયાન સૌથી પહેલા 27 નવેમ્બરે વનડે સીરીઝ રમાશે. ત્યારબાદ 4 ડિસેમ્બરથી ટી-20 સીરીઝ શરુ થશે અને ત્યારબાદ 17 ડિસેમ્બરે ટેસ્ટ સીરીઝની શરુઆત થશે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

ટીમ ઈન્ડિયા માટે અનફિટ, આઈપીએલ માટે ફિટ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતની ટીમની પસંદગી કરવામાં આવી તો રોહિત શર્માને અનફિટ કહીને તેને ભારતની ટીમમાં જગ્યા ન આપવામાં આવી. રોહિત કિંગ્સ ઈલેવન પંજાબના સામે 18 ઑક્ટોબરે થયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે  જ રોહિત મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી લીગ મેચ દરમિયાન મેદાનમાં ઉતર્યા અને સાથે કહ્યું કે તે સંપૂર્ણ સ્વસ્થ છે. જો આ બાદ બીસીસીઆઈ અને તેની સિલેક્શન ટીમ આલોચકોના નિશાના પર આવી ગઈ. જો કે ડેમેજ કંટ્રોલ કરતા હવે રોહિતને ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મેચનું શિડ્યુલ

પહેલી વનડે- 27 નવેમ્બર સિડની

બીજી વન-ડે-29 નવેમ્બર,સિડની

ત્રીજી વન-ડે-2 ડિસેમ્બર, કૈનબરા

આ પણ વાંચો: રાજકોટના જૂના માર્કેટયાર્ડ ખાતે કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યું, રાજ્ય સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યાનો કિસાન સંઘે આક્ષેપ કર્યો

 

ટી-20 સીરીઝ

પહેલી ટી20-4 ડિસેમ્બર કૈનબરા

બીજી ટી20- 6 ડિસેમ્બર સિડની

ત્રીજી ટી20- 8 ડિસેમ્બર,સિડની

ટેસ્ટ સીરીઝ

પહેલી ટેસ્ટ-17 ડિસેમ્બર.એડીલેડ

બીજી ટેસ્ટ-26 ડિસેમ્બર,મેલબર્ન

ત્રીજી ટેસ્ટ- 7 જાન્યુઆરી,સિડની

ચોથી ટેસ્ટ- 15 જાન્યુઆરી, બ્રિસબેન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:25 pm, Mon, 9 November 20

Next Article