T20 World Cup 2024 : અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો પ્રથમ વખત વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું, ઓસ્ટ્રેલિયા OUT

|

Jun 25, 2024 | 11:17 AM

અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી સેમિફાઈનલની ટિકીટ મેળવી લીધી છે. આ પહેલી વખત છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ ટી20 વર્લ્ડકપ 2024માંથી બહાર થઈ ગઈ છે.

T20 World Cup 2024 :  અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો પ્રથમ વખત વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું, ઓસ્ટ્રેલિયા OUT

Follow us on

અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશને હરાવી પહેલી વખત સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે. આ સાથે ટી20 વર્લ્ડકપ 2024ની સેમીફાઈનલ રમવાની ઓસ્ટ્રેલિાયની ટીમની આશા પર પાણી ફેરવી દીધું છે. આ ટૂર્નામેન્ટમાંથી ઓસ્ટ્રેલિયાની ટીમ બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા 2021માં ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન બની હતી. પરંતુ આ વખતે તેની સફર સુપર-8માં રોકાઈ ગઈ છે. આ જીત અફઘાનિસ્તાન ક્રિકેટ માટે ઐતિહાસિક છે. કારણ કે, આ જીતે અફઘાનિસ્તાનને વર્લડ ચેમ્પિયન બનવાના સપનાને એક ડગલું આગળ વધાર્યું છે.

 

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

બાંગ્લાદેશની સામે 116 રનનો લક્ષ્ય

અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હાર આપી આ મેચનું પરિણામ નડકવર્થ લુઈસના નિયમના આધારે નીકળ્યું છે. મેચ દરમિયાન 4 વખત વરસાદ આવ્યો હતો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરી બાંગ્લાદેશની સામે 116 રનનો લક્ષ્ય આપ્યો હતો પરંતુ DLS હેઠળ બાંગ્લાદેશની ઓવર ધટાડી 19 ઓવરમાં કરવામાં આવી હતી. ત્યારે તેને 114 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો.

અફઘાનિસ્તાને ઈતિહાસ રચી દીધો

આવું પહેલી વખત છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમે ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. બાંગ્લાદેશની ઈનિગ્સ 105 રનમાં સમેટાઈ ગઈ હતી. અફઘાનિસ્તાનનો કેપ્ટન રાશિદ ખાને 4 ઓવરમાં 23 રન આપી 4 વિકેટ લીધી હતી. રાશિદ ખાન સિવાય નવીન પણ શાનદાર બોલિંગ કરી હતી. કેપ્ટને શાનદાર બોલિંગથી બાંગ્લાદેશને ધુંટણીયે લાવી દીધું હતુ.

અફઘાનિસ્તાન માટે ઓપનરે ધમાલ કરી

આ પહેલા અફઘાનિસ્તાન માટે ફરી એક વખત ઓપનિંગ જોડીએ કમાલ કરી છે અને શાનદાર શરુઆત કરી છે. રહમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમની ઓપનિંગ જોડીએ ઓપનિંગ વિકેટ માટે 59 રનનો સ્કોર બનાવ્યો હતો. આ જોડીની સાથે અફઘાનિસ્તાનની ટીમ 115 રન સુધીના સ્કોર પહોંચાડવામાં મદદ કરી હતી.

ભારતીય ટીમે 24 જૂનના રોજ ઓસ્ટ્રેલિયાની ટીમને હાર આપ્યા બાદ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની મેચ ખુબ મહત્વની બની ગઈ હતી. આ મેચમાં લોકો અફઘાનિસ્તાનની જીતની પ્રાર્થના કરી રહ્યા હતા. ભારતીય ચાહકો ઓસ્ટ્રેલિયાને ટી20 વર્લ્ડકપની જીતની રેસમાંથી બહાર જોવા માંગતુ હતુ અને આ કામ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી પુર્ણ કરી દીધું છે.

આ પણ વાંચો : T20 World Cup 2024: પહેલા ઓસ્ટ્રેલિયાની ધૂળ ચટાવી પછી, રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 10:46 am, Tue, 25 June 24

Next Article