AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ખેલાડીઓ પર છરી વડે હુમલો, શરીર પર ફેંકાયા સળગતા ફટાકડા, LIVE મેચમાં ચોંકાવનારા દ્રશ્ય

બંને ટીમો મેચ પહેલા વોર્મઅપ કરી રહી હતી તે જ સમયે Amedspor ખેલાડીઓ પર છરીઓ, ફટાકડા અને બોટલો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

VIDEO: ખેલાડીઓ પર છરી વડે હુમલો, શરીર પર ફેંકાયા સળગતા ફટાકડા, LIVE મેચમાં ચોંકાવનારા દ્રશ્ય
| Updated on: Mar 06, 2023 | 1:30 PM
Share

ફૂટબોલ આ રમત તેની ઝડપ અને જુસ્સા માટે જાણીતી છે.તેની સાથે જોડાયેલી ઘટનાઓને લઈને પણ ચર્ચામાં રહે છે. આટલું જ નહિ અહીં જે ફૂટબોલ મેચ વિશે વાત કરી રહ્યા છીએ તેની સાથે જોડાયેલી ઘટનાના વીડિયો જોયા પછી તમારું દિલ હચમચી જશે. લાઈવ મેચ દરમિયાન મેદાન પર જોવા મળેલા ભયાનક દ્રશ્ય તમને આશ્ચર્યચકિત કરી દેશે. બુર્સાસપોર વિ એમેડસ્પોર વચ્ચેની મેચ દરમિયાન આ દર્શયો જોવા મળ્યા હતા.

આ બંને ટીમો મેચ પહેલા વોર્મઅપ કરી રહી હતી તે જ સમયે Amedspor ખેલાડીઓ પર છરીઓ, ફટાકડા અને બોટલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ચાહકો દ્વારા કરવામાં આવ્યો હતો, જેના ફોટો હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન સમગ્ર મેચ દરમિયાન સ્થાનિક ચાહકો anti-Kurdish વિરોધ ગુણગાન ગાય રહ્યા હતા.

જ્યાં સુધી મેચ ચાલુ રહી ત્યાં સુધી હુમલો ચાલુ રહ્યો

વોર્મ-અપ દરમિયાન ખેલાડીઓ પર ચાહકોનો રોષ મેચ દરમિયાન પણ ચાલુ રહ્યો હતો. 90 મિનિટ સુધી રમત ચાલી અને આ દરમિયાન ચાહકોનો ગુસ્સો ખેલાડીઓ પર જોવા મળ્યો. તે તેમના પર પાણીની બોટલ ફેંકતો જોવા મળ્યો હતો. મેચની છેલ્લી સીટી વાગ્યા પછી પણ હુમલો ચાલુ રહ્યો હતો.

ખેલાડીઓને છરી વડે નિશાન બનાવાયા!

આ દ્રશ્ય ત્યારે વધુ ભયાનક બની ગયું જ્યારે મેદાનમાંથી છરી મળી આવી હોવાના ફોટો સામે આવ્યા, જેને સ્ટેન્ડમાંથી જ ચાહકોએ ખેલાડીઓ પર ફેંકી હતી. આ સમગ્ર ઘટના અંગે એમેડસ્પોરની ટીમે ફરિયાદ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, તેને ડ્રેસિંગ રૂમમાં ખાનગી સુરક્ષા સુપરવાઈઝર, ક્લબ સુરક્ષા અધિકારી, ક્લબ સ્ટાફ અને પોલીસ અધિકારી દ્વારા પણ હેરાન કરવામાં આવ્યા હતા.

તુર્કી ફૂટબોલ ફેડરેશન આ મામલે મૌન

આ સમગ્ર મામલે તુર્કી ફૂટબોલ ફેડરેશન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, એમેડસ્પોર છેલ્લા કેટલાક સમયથી તુર્કીમાં વિવાદોમાં ઘેરાયેલું છે. આનું કારણ તેનું બદલાયેલું નામ છે, જે કુર્દિશ શહેર અમેદ પર આધારિત છે.

g clip-path="url(#clip0_868_265)">