Breaking News : પૈસા ચૂકવો અને ટીમમાં જોડાવ, જાણો શું છે ક્રિકેટનું મોટું કૌંભાડ
ભારતમાં ક્રિકેટને ચલાવનારી સંસ્થા બીસીસીઆઈ છે પરંતુ તેના નાક નીચે ખુબ મોટું કૌંભાડ પણ થઈ રહ્યું છે. જે હાલમાં સામે આવ્યું છે. આ કૌંભાડ વિશે જાણી તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે.

જે રીતે વર્લ્ડ ક્રિકેટને આઈસીસી ચલાવે છે તેવી જ રીતે ભારતીય ક્રિકેટને ચલાવવાનું કામ બીસીસીઆઈનું છે. પોતાના ખેલાડીઓની પ્રતિભા સામે લાવવા તેમજજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ખેલાડીઓનું રમાડવાનું બીસીસીઆઈનું મોટું યોગદાન રહ્યું છે. આ માટે બીસીસીઆઈની પાસે સપોર્ટ સ્ટાફની એક શાનદાર ટીમ છે. જે ખેલાડીઓ પાછળ કામ કરે છે. બીસીસીઆઈ ખેલાડીઓને એ મંચ આપે છે. જેના પર તે પોતાની પ્રતિભા રજુ કરી આગળ વધે છે પરંતુ પુડુચેરીમાં પરિસ્થિતિ થોડી અલગ લાગે છે. બીસીસીઆઈના નાક નીચે રમાતી રમતો આંખો ખોલી નાખે તેવી છે.
પુડુચેરીમાં બીસીસીઆઈના નાક નીચે છેતરપિંડી
પુડુચેરીમાં ખેલાડીઓને ટીમમાં આવવા માટે શોર્ટકટ અપનાવવામાં આવી રહ્યું છે. જે આવું કરી રહ્યા છે તે બીસીસીઆઈ અને સીએપી એટલે કે, ક્રિકેટ એસોશિએશન ઓફ પુડુચેરી સાથે સમાંતર રીતે કામ કરી રહ્યા છે. તેમના માટે બધું પૈસાની રમત છે. તેઓ પૈસાનો ઉપયોગ નકલી સરનામાં બનાવવા અને એલિઝિબિલિટિ સર્ટિફિકેટ કરવા માટે કરે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં BCCI ના નાક નીચે થતી આ છેતરપિંડીનો પર્દાફાશ થયો.
તપાસમાં થયો મોટો ખુલાસો
ઈન્ડિયન એકસપ્રેસના રિપોર્ટની વાત માનીએ તો તેમણે છેલ્લા 3 મહિનામાં કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના 2000થી વધારે રજિસ્ટ્રેશન ફોર્મની સમીક્ષા કરી છે. અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે આટલું જ નહી ઈન્ડિયન એક્સપ્રેસે રહેણાંક અને શૈક્ષણિક સંસ્થાઓ માટે આપેલા ઘણા સરનામાંઓનું ગ્રાઉન્ડ વેરિફિકેશન પણ કર્યું.
17 ખેલાડીઓ એક જ સરનામે રહેતા હતા
રિપોર્ટ મુજબ, આ છેતરપિંડીનો સૌથી મોટો પુરાવો એ છે કે અલગ અલગ ટીમો માટે રમતા 17 સ્થાનિક ક્રિકેટરો મૂળકુલમના મોતીનગરમાં એક જ આધાર સરનામાંનો ઉપયોગ કરી રહ્યા હતા.છેલ્લા 4 વર્ષોમાં પુડુચેરીએ 29 રણજી મેચ રમી છે. . જોકે, પુડુચેરીમાં ફક્ત ચાર ખેલાડીઓનો જન્મ થયો હતો. આ સિઝનમાં વિનુ માંકડ ટ્રોફીની શરૂઆતની મેચમાં, 11 માંથી નવ ખેલાડીઓ અન્ય રાજ્યોના હતા. તેમને સ્થાનિક ખેલાડીઓ તરીકે લેબલ કરીને મેદાન પર ઉતારવામાં આવ્યા હતા.
આ સમગ્ર કામ 1.2 લાખ રૂપિયામાં પૂર્ણ થતું
રિપોર્ટમાં જણાવાયું છે કે, દરેક વસ્તુની તપાસ અને તપાસ કર્યા પછી, એક સુવ્યવસ્થિત ગેરકાયદેસર સિસ્ટમનો પર્દાફાશ થયો, જે એક ખાનગી ક્રિકેટ એકેડેમીના કોચ દ્વારા ચલાવવામાં આવતી હતી.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
