એવું તો શું થયું કે પાકિસ્તાનનું ‘સ્ટોક માર્કેટ’ 60 મિનિટ પછી બંધ કરવું પડ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર સીઝફાયર મૂકવામાં આવ્યું છે અને બંને દેશો વચ્ચે મામલો ઠંડો પડ્યો છે. જો કે, પાકિસ્તાનના શેરબજારમાં શરૂઆતની 60 મિનિટ પછી ટ્રેડિંગ બંધ કરવી પડી હતી. તો ચાલો જાણીએ કે, આ ટ્રેડિંગ કેમ બંધ કરવામાં આવી.

સોમવારે કરાચી સ્ટોક એક્સચેન્જ (KSE)માં અચાનક 9% નો મોટો ઉછાળો આવતા પાકિસ્તાનના શેરબજારમાં 60 મિનિટ પછી ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું. આ ઉછાળો માર્કેટ વાઈડ સર્કિટ બ્રેકર ટ્રિગર થવાને કારણે આવ્યો હતો. હાલમાં, આની પાછળનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી પરંતુ કેટલાક અહેવાલો અનુસાર IMF તરફથી જે રાહત મળી છે તેને તેની પાછળનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પણ હવે બંધ થઈ ગયું છે.
ટ્રેડિંગ કેમ બંધ કરવું પડ્યું?
જ્યારે કોઈ ઇન્ડેક્સમાં નક્કી કરેલી મર્યાદાથી વધારે તેજી કે ઘટાડો જોવા મળે છે, ત્યારે માર્કેટ-વાઈડ સર્કિટ બ્રેકર લાગુ કરવામાં આવે છે. તેનું ઉદ્દેશ્ય બજારમાં રોકાણકારોને મોટા ઉછાળાં કે ઘટાડામાં પૈસા ડૂબવાથી બચાવવાનું હોય છે, કારણ કે આવું થવાથી વધતી જતી ઘભરાહટ કે વધતાં ઉત્સાહને કંટ્રોલમાં કરવામાં આવે છે.
પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ છે?
તાજેતરમાં પાકિસ્તાને IMF પાસે 2 બિલિયન ડોલરના નવા પેકેજ માટે અરજ કરી છે. સાથે જ, સરકારે રૂપિયાની કિંમત સ્થિર રાખવા અને બજેટના ખાધ (ફિસ્કલ ડેફિસિટ)માં ઘટાડો લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ બધા સંકેતોને કારણે વિદેશી અને સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ થોડા સમય માટે વધ્યો હોય તેવું કહી શકાય.
કરાચી સ્ટોક એક્સચેન્જમાં અચાનક ઉછાળો અને તેના પરિણામે ટ્રેડિંગ બંધ થવું એ પાકિસ્તાની બજારમાં અસ્થિર પરંતુ સકારાત્મક દિશા દર્શાવે છે. આગામી દિવસોમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે, આ તેજી ટકશે કે પછી ફક્ત ટૂંકા ગાળે જ ખોરવાઈ જશે?
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો
