AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સરકારી કંપનીના નફામાં 52 ટકાનો ઉછાળો આવ્યો, વેચાણમાં 37% નો થયો વધારો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

BSE ને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક વધીને રૂ 25,282.15 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ 18,486.77 કરોડ હતી.

આ સરકારી કંપનીના નફામાં 52 ટકાનો ઉછાળો આવ્યો, વેચાણમાં  37% નો થયો વધારો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
Coal India Q1 Results
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:44 AM
Share

Coal India Q1 Results: જાહેર ક્ષેત્રની કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ(Coal India Limited)નો એકત્રિત ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 52.4 ટકા વધીને 3,169.85 કરોડ રૂપિયા થયો છે. ઓપરેટિંગ આવકમાં વધારો થવાને કારણે કંપનીનો નફો વધ્યો છે. આ સાથે કંપનીએ ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ 2,079.60 કરોડનો એકત્રિત ચોખ્ખો નફો મેળવ્યો છે.

BSE ને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક વધીને રૂ 25,282.15 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ 18,486.77 કરોડ હતી. વર્તમાન નાણાકીય વર્ષમાં 30 જૂને પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ખર્ચ અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 16,470.64 કરોડ રૂપિયાથી વધીને 21,626.48 કરોડ રૂપિયા થયો છે. જાહેર ક્ષેત્રની કંપનીનું કોલસાનું ઉત્પાદન ત્રિમાસિક ગાળામાં વધીને12.39 કરોડ ટન થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 12.10 કરોડ ટન હતું.

દેશના કોલસા ઉત્પાદનમાં 80 ટકા હિસ્સેદારી સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીના કાચા કોલસાનો ઉપભોગ વધીને 160.4 મિલિયન ટન થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 12.08 કરોડ ટન હતો. દેશના કોલસા ઉત્પાદનમાં કોલ ઇન્ડિયાનો હિસ્સો 80 ટકાથી વધુ છે. કોલ ઇન્ડિયા 2023-24 સુધીમાં એક અબજ ટનનો કોલસા ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરવા માટે કોલસાના નિકાસ, શોધખોળ અને સ્વચ્છ કોલસા ટેકનોલોજીમાં રૂ 1.22 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

પરિણામો બાદ શેરમાં ઘટાડો  પરિણામ બાદ કોલ ઇન્ડિયાનો શેર મંગળવારે લગભગ 0.75 ટકાના ઘટાડા સાથે રૂ 142 પર બંધ થયો હતો. 52 સપ્તાહની ઊંચી કિંમત 165 રૂપિયા અને નીચી કિંમત 109 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 87,634 કરોડ રૂપિયા છે. સરકાર આ કંપનીમાં 66.13 ટકા હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડે આ ક્વાર્ટરમાં તેનો હિસ્સો 9.34 ટકાથી ઘટાડીને 9.27 ટકા કર્યો છે. મ્યુચ્યુઅલ ફંડની સંખ્યા 29 થી વધીને 31 થઈ છે. FIIs/FPIs એ તેમનો હિસ્સો 6.50 ટકાથી વધારીને 6.56 ટકા કર્યો છે.

આ પણ વાંચો :  ચીનમાં આર્થિક જોખમ વધતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં, જાણો એક સપ્તાહમાં કેટલું થયું રોકાણ ?

આ પણ વાંચો :  Gold Price Today : 5 મહિનાના નીચલા સ્તરે સરક્યું સોનું, જાણો આજે કેટલી સસ્તી થઇ કિંમતી ધાતુ

Follow Us
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
g clip-path="url(#clip0_868_265)">