ચીનમાં આર્થિક જોખમ વધતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં, જાણો એક સપ્તાહમાં કેટલું થયું રોકાણ ?

વર્તમાન સંસદ સત્રમાં અનેક આર્થિક ખરડાઓની મંજૂરીથી ભારતીય બજારને પણ મજબૂતી મળી રહી છે. બીજી બાજુ ચીન આ દિવસોમાં મોંઘવારીની માર સામે સંઘર્ષ કરી રહ્યું છે.

ચીનમાં આર્થિક જોખમ વધતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં, જાણો એક સપ્તાહમાં કેટલું થયું રોકાણ ?
Foreign investors looked to India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:36 AM

હાલના સમયમાં ચીન આર્થિક મોરચે દબાણનો સામનો કરી રહ્યું છે અને ભારત તેનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. આ બાબતની અસરનો શેરબજારમાં આ ટ્રેન્ડ દેખાવા લાગ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ વિદેશી રોકાણકારોએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભારતીય બજારમાં રૂ 1,210 કરોડનું રોકાણ કર્યું છે.

નિષ્ણાતોના મતે ચીનની કથળતી આર્થિક સ્થિતિને જોતા રોકાણકારોએ ભારતને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. યુબીએસ ગ્રુપ એજીએ કહ્યું કે ચીનના નવા બજાર નિયમનકારથી નાખુશ રોકાણકારો અન્ય ઉભરતા બજારોમાં રોકાણ કરવા માગે છે અને ભારતને વધુ મહત્વ આપવામાં આવી શકે છે. આનું કારણ એ છે કે ભારતના મુખ્ય સૂચકાંકો ઓલટાઇમ હાઇની આસપાસ રહે છે . સાથોસાથ બજારની તેજીનો લાભ ઉઠાવવા ઘણી સ્ટાર્ટ અપ કંપનીઓના IPO કતારમાં છે.

વર્તમાન સંસદ સત્રમાં અનેક આર્થિક ખરડાઓની મંજૂરીથી ભારતીય બજારને પણ મજબૂતી મળી રહી છે. બીજી બાજુ ચીન આ દિવસોમાં મોંઘવારીની માર સામે સંઘર્ષ કરી રહ્યું છે. ચીનમાં મોંઘવારીનો દર 9 ટકા સુધી પહોંચી ગયો છે જે છેલ્લા 18 મહિનાના સર્વોચ્ચ સ્તર છે. આ કારણે ઘરેલુ વપરાશ ઘટી ગયો છે અને નિકાસ ઘટાડવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જુલાઈમાં ચીનની નિકાસ ઘટીને 19.3 ટકા થઈ ગઈ છે જે જૂનમાં 32 ટકા હતી. ભારતીય નિકાસકારોને આ સ્થિતિનો લાભ મળશે. ભારતમાં નિકાસમાં વધારો થતાં ઉત્પાદન વધશે જે FDI માં પણ વધારો કરશે.

આ પણ વાંચો :  Gold Price Today : 5 મહિનાના નીચલા સ્તરે સરક્યું સોનું, જાણો આજે કેટલી સસ્તી થઇ કિંમતી ધાતુ

આ પણ વાંચો :  Sovereign Gold Bond દ્વારા સરકારે 31,290 કરોડ રૂપિયા હાંસલ કર્યા, શું યોજનાના રોકાણકારોને મળશે વધુ વ્યાજનો લાભ? જાણો નાણામંત્રીનો જવાબ

g clip-path="url(#clip0_868_265)">