AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ઘરમાં જુગાર રમવો એ ગુનો નથી બનતો જો તેમા નફાનું તત્ત્વ સાબિત ન થતુ હોય” – ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા નોંધ્યુ છે કે ઘરમાં જુગાર રમવો એ ત્યાં સુધી ગુન્હો નથી બનતો જ્યાં સુધી તેમા નફાનું તત્ત્વ સાબિત ન થતુ હોય. જેને અર્થઘટના એવુ કરી શકાય કે ઘરના કે પરિવારના સભ્યો દ્વારા ઘરમાં અંદરોઅંદર રમાતી તીન પત્તી કે પત્તાની રમતને જુગારમાં ગણી શકાય નહીં. તે માત્ર ગમ્મત ખાતર રમાતી હોય છે. તેમા કોઈ મોટા આર્થિક ઉપાર્જનની ખેવના હોતી નથી.

ઘરમાં જુગાર રમવો એ ગુનો નથી બનતો જો તેમા નફાનું તત્ત્વ સાબિત ન થતુ હોય - ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
| Updated on: Aug 14, 2026 | 5:34 PM
Share

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણનો જુગાર રમવાની પરંપરા છે ત્યારે હાલ ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત પણ થઈ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2018ના ઘરમાં જુગાર રમવાને લગતા એક કેસમાં મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યુ છે કે ઘરમાં પત્તા રમવા ગુનો નથી જ્યા સુધી તેમા નફાનું તત્ત્વ સાબિત ન થાય.

ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો વર્ષ 2018ના એક કેસની સુનાવણી દરમિયાન આપ્યો છે. આ કેસની હકીકત એવી છે કે વર્ષ 2018માં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પોલીસે દરોડો કર્યો હતો. બાતમીને આધારે પોલીસે ત્યાંથી પત્તાનો જુગાર રમતા 5 વ્યક્તિને પકડી પાડી તેમની પાસેથી રોકડ અને પત્તા કબ્જે કર્યા હતા. આનંદનગર પોલીસે આ કેસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ આરોપીઓએ હાઈકોર્ટમાં તેમની સામે થયેલી FIR રદ કરવા ક્વોશિંગ પિટિશન કરવામાં આવી હતી. જેમા વકીલે એવી દલીલ આપી હતી કે ઘરની અંદર પત્તા રમવા માત્રથી તે ‘કોમન ગેમિંગ હાઉસ’ ગણાઈ જતો નથી.

ગુજરાત હાઈકોર્ટનું અવલોકન

જસ્ટિસ પીએમ રાવલે ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટની જોગવાઈનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ કર્યુ કે કોમન ગેમિંગ હાઉસ સાબિત કરવા માટે નફો અથવા લાભ મેળવવાનું તત્ત્વ અથવા તો પુરાવા હોવા બહુ અગત્યના છે. જો આવા પુરાવાને અભાવે માત્ર ઘરમાં પત્તા રમતા જણાય તેનાથી કાયદાની કલમ-4 અને 5 હેઠળ કાર્યવાહી આપોઆપ લાગુ પડી શકે નહીં. આ ચુકાદા સાથે જ પાંચ લોકો વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ, 1887 હેઠળ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી હતી.

કોર્ટે એ પણ નોંધ્યુ કે જે મકાનમાં દરોડો કરાયો તે મકાન કાયદાની વ્યાખ્યા મુજબ કોમન ગેમિંગ હાઉસની કેટેગરીમાં આવતુ નથી. મકાનમાંથી ગેમિંગના સાધનો રાખવા, મકાનનો ઉપયોગ નફા કે લાભ માટે જુગાર રમાડવા માટે થતો હોય તે દર્શાવતા કોઈ પુરાવા પણ પોલીસને મળ્યા નથી.

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી, હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">