AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના રસ્તાઓની થશે કાયાપલટ, RCC રોડ પ્રોજેક્ટને કારણે ખાડામુક્ત ભવિષ્ય તરફ આવશે કાયમી ઉકેલ?

વડોદરામાં ખાડારાજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ૨૬ મુખ્ય માર્ગોને RCC રોડમાં પરિવર્તિત કરવાની કવાયત શરૂ થઈ છે. આશરે ₹300 કરોડના ખર્ચે 25 કિલોમીટરના રસ્તાઓ બનાવવાના છે.

વડોદરાના રસ્તાઓની થશે કાયાપલટ, RCC રોડ પ્રોજેક્ટને કારણે ખાડામુક્ત ભવિષ્ય તરફ આવશે કાયમી ઉકેલ?
| Updated on: Aug 14, 2026 | 5:12 PM
Share

વડોદરા શહેર લાંબા સમયથી બિસ્માર રસ્તાઓ અને ચોમાસામાં સર્જાતા ખાડારાજની સમસ્યાથી ત્રસ્ત છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રીની સૂચના બાદ, વડોદરા શહેરના 26 મુખ્ય માર્ગોને ડામરને બદલે રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ (RCC) રોડમાં પરિવર્તિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 25 કિલોમીટરના રસ્તાઓ ₹300 કરોડના અંદાજિત ખર્ચે બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા સમય સુધી ટકાઉ રહે તેવા અને ઓછા જાળવણી ખર્ચવાળા રોડ નેટવર્કનું નિર્માણ કરવાનો છે, જેથી વડોદરાને ખાડામુક્ત બનાવી શકાય.

વડોદરા શહેરની જમીન નીચે પાણી

જોકે, આ મહત્ત્વાકાંક્ષી યોજના ટેકનિકલ અને વ્યવહારિક પડકારોથી ઘેરાયેલી છે. નિષ્ણાતોના મતે, વડોદરા શહેરની જમીન નીચે પાણી, ડ્રેનેજ, ટેલિકોમ અને અન્ય અનેક યુટિલિટી લાઈનોનું જટિલ અને વ્યાપક નેટવર્ક પથરાયેલું છે. આ યુટિલિટી લાઈનોની ઉપર RCC રોડ બનાવવો એ એક મોટો પડકાર છે. જો RCC રોડ બન્યા પછી કોઈ યુટિલિટી લાઈનના સમારકામ માટે તેને તોડવો પડે, તો તે વધારાના ખર્ચ, સમયનો બગાડ અને રસ્તાની મૂળ ગુણવત્તાને નુકસાન પહોંચાડી શકે છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે, જ્યાં રોડ નીચે કોઈ યુટિલિટી લાઇન નહીં હોય ત્યાં જ RCC રોડ બનાવાશે, જ્યારે પાણી, ડ્રેનેજ કે અન્ય લાઇન પસાર થતી હશે ત્યાં ડામર રોડનો વિકલ્પ રાખવામાં આવશે. અધિકારીઓનો દાવો છે કે RCC રોડનું પર્ફોર્મન્સ ફ્લેક્સિબલ પેમેન્ટ (ડામર રોડ) કરતાં લગભગ બમણું હોય છે, અને તે 10 થી 15 વર્ષ સુધી ટકી શકે છે. આ માટે યુટિલિટી લાઈનોને રોડની ધાર પર શિફ્ટ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ સામે સ્થાનિક નાગરિકો અને કેટલાક નિષ્ણાતો દ્વારા પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઘણા લોકો ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. એવી આશંકા છે કે, કામગીરીમાં કટકી આચરીને ઉતરતી ગુણવત્તાનો માલ વાપરવામાં આવી શકે છે, જેનાથી રોડની ટકાઉપણું પર નકારાત્મક અસર થશે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાંચ વર્ષ પહેલાં બનેલા RCC રોડની વર્તમાન પરિસ્થિતિ આ ચિંતાઓને સમર્થન આપે છે.

આ રોડ પર ઠેર ઠેર ખાડા, ખાબોચિયા અને યુટિલિટી ડક્ટને લગતી સમસ્યાઓ જોવા મળે છે. ડામર રોડ 20 થી 25 લાખમાં તૈયાર થતો હોય ત્યારે RCC રોડમાં તેનાથી દોઢ ગણો ખર્ચ થાય છે, અને યુટિલિટી શિફ્ટિંગનો ખર્ચ અલગથી ગણવો પડે છે, જે પાલિકા માટે આર્થિક બોજ વધારી શકે છે.

વડોદરા મહાનગરપાલિકા રાજ્ય સરકારના આદેશને પગલે આ પ્રોજેક્ટ માટે સર્વે શરૂ કરી ચૂકી છે, પરંતુ પાલિકાના ઇજનેરોમાં પણ યુટિલિટી સંબંધિત પડકારો અંગે ડર પ્રવર્તી રહ્યો છે. હવે 1837 કિલોમીટરના કુલ રોડ નેટવર્કમાંથી પસંદ કરાયેલા આ 26 રસ્તાઓ ખરેખર ખાડામુક્ત અને લાંબા સમય સુધી ટકાઉ બને છે કે નહીં, તે સંપૂર્ણપણે પાલિકાની ગુણવત્તાયુક્ત કામગીરી, કડક દેખરેખ અને કોન્ટ્રાક્ટર મેનેજમેન્ટ પર નિર્ભર રહેશે.

સાગબારામાં જંગલની જમીનના ખેડાણ મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત, વન વિભાગ પર પ્રહારો

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">