આ સપ્તાહે શેરબજારના રોકાણકારોને 5.63 લાખ કરોડથી વધુ ફાયદો થયો, જાણો વિગતવાર

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL), TCS, HDFC BANK, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ICICI BANK, બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને વિપ્રોએ માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો કર્યો છે. ઇન્ફોસિસ અને HDFC ના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો છે.

સમાચાર સાંભળો
આ સપ્તાહે શેરબજારના રોકાણકારોને 5.63 લાખ કરોડથી વધુ ફાયદો થયો,  જાણો વિગતવાર
Stock Market

BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ચાલુ સપ્તાહે રૂ 243.73 લાખ કરોડના સ્તરે બંધ થયું છે. આ સપ્તાહે રોકાણકારોને કુલ 5.63 લાખ કરોડ રૂપિયાથી વધુનો લાભ થયો છે. સેન્સેક્સની TOP-10 માં આઠ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન (Market Cap) 1,90,032.06 કરોડ રૂપિયા વધી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ફાયદામાં રહ્યા હતા. ગત સપ્તાહે BSEના 30 શેરો વાળા સેન્સેક્સ 795.40 પોઈન્ટ અથવા 1.43 ટકા વધ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી તેમની નવી ઓલટાઇમ હાઇ પર બંધ થયા હતા.

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL), TCS, HDFC BANK, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ICICI BANK, બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને વિપ્રોએ માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો કર્યો છે. ઇન્ફોસિસ અને HDFC ના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો છે. સપ્તાહ દરમિયાન TCS નું માર્કેટ કેપિટલાઈઝેશન 60,183.57 કરોડ રૂપિયા વધીને 13,76,102.60 કરોડ રૂપિયા થયું છે. TCS YOP GAINER રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂ. 51,064.22 કરોડ વધીને 14,11,635.50 કરોડ થયું છે.

આ કંપનીઓએ મજબૂત સ્થિતિ હાંસલ કરી
HDFC બેન્કનું વેલ્યુએશન 19,651.18 કરોડ વધીને 8,57,407.68 કરોડ અને બજાજ ફાઇનાન્સનું મૂલ્ય 18,518.27 કરોડ વધીને 4,20,300.85 કરોડ થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ પોઝિશન 14,215.01 કરોડ વધીને 6,29,231.64 કરોડ અને ICICI બેંકની 13,361.63 કરોડ વધીને 4,84,858.91 કરોડ થઈ છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં વિપ્રોનું માર્કેટ વેલ્યુએશન રૂ. 8,218.89 કરોડ વધીને રૂ. 3,47,851 કરોડ અને એસબીઆઈનું માર્કેટ રૂ .4,819.29 કરોડ વધીને રૂ. 3,68,006.36 કરોડ થયું છે.

રિલાયન્સ રહ્યું સૌથી ઉપર
આ ટ્રેન્ડથી વિપરીત ઇન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન 10,053.22 કરોડ ઘટીને 7,24,701.90 કરોડ અને HDFC નું માર્કેટ રૂ .738.75 કરોડ ઘટીને 4,90,991.24 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છેત્યારબાદ અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, ICICI બેન્ક, બજાજ ફાઇનાન્સ, SBI અને વિપ્રો છે.

શેરબજારની  છેલ્લી સ્થિતિ 
શેરબજારમાં શુક્રવારે બજાર તેજી દર્જ કરી બંધ થયું હતું. સેન્સેક્સ 56,124.72 ઉપર બંધ થયો હતો. કારોબાર પૂર્ણ થયો ત્યારે ઇન્ડેક્સમાં 175.62 અંક મુજબ 0.31% વધારો નોંધાયો હતો. બીજી તરફ 68.30 અંક અનુસાર 0.41% વધારા સાથે 16,705.20 ની સપાટી ઉપર બંધ થયો હતો

 

આ પણ વાંચો :  Franklin Templetonના યુનિટ ધારકોને 1 સપ્ટેમ્બરથી છઠ્ઠા હપ્તામાં 2918 કરોડ ચુકવાશે , કુલ રોકાણની 95 ટકા ચુકવણી પૂર્ણ કરાઈ

 

આ પણ વાંચો :  Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati