Stock Update : પ્રારંભિક નરમાશ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? કરો એક નજર

ગઈકાલના જબરદસ્ત કડાકા બાદ આજે પણ શેર બજારમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો હતો. Sensex અને Nifty બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે પ્રારંભિક કારોબાર કરતા નજરે પડી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક નરમાશ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? કરો એક નજર
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 9:53 AM

Stock Update : ભારતીય શેરબજારમાં જોરદાર પ્રોફિટ બુકીંગ જોવા મળી રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં નિફ્ટી 17600ની નજીક આવી ગયો અને સેન્સેક્સમાં પણ 800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. દરેક ક્ષેત્રમાં નફા વસૂલી કરવામાં આવી રહી છે.

બેંક અને ફાઇનાન્શિયલ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઓટો, આઈટી, ફાર્મા, મેટલ, રિયલ્ટી અને એફએમસીજી ઈન્ડેક્સમાં પણ નરમાશ દેખાઈ રહી છે. સેન્સેક્સ 30 ના 27 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટોપ લૂઝર્સમાં NTPC, LT, BAJAJFINSV, INDUSINDBK, SUNPHARMA, AXISBANK, HDFC, SBIનો સમાવેશ થાય છે.

આજે સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટાડાની સાથે ખુલ્યા છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.23 ટકાની નબળાઈની સાથે દેખાઈ રહયો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.44 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.54 ટકા ઘટાડાની સાથે 38,900.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે.

બજારમાં જબરદસ્ત ઘટાડા વચ્ચે શેર્સમાં કેવો છે ઉતાર – ચઢાવ તે ઉપર કરો એક નજર

લાર્જકેપ ઘટાડો : ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, એલએન્ડટી, એક્સિસ બેન્ક, એચડીએફસી અને એસબીઆઈ વધારો : ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, સિપ્લા, જેએસડબ્લ્યુ સ્ટીલ, એશિયન પેંટ્સ અને ટીસીએસ

મિડકેપ ઘટાડો : આઈઆરસીટીસી, આરબીએલ બેન્ક, ભારત ઈલ્કેટ્રિક, ટાટા પાવર અને યુનિયન બેન્ક વધારો : બજાજ હોલ્ડિંગ્સ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, મોતિલાલ ઓસવાલ જિલેટ ઈન્ડિયા અને ઑયલ ઈન્ડિયા

સ્મૉલકેપ ઘટાડો : સુબેક્સ, એમએસટીસી, ઈન્ડિયન બેન્ક, સૌરાષ્ટ્ર કેમિકલ્સ અને ગોલ્ડિઅમ ઈન્ટર વધારો : ફોસેકો ઈન્ડિયા, એલસેક ટેક, પૌષાક, ધનવર્ષા ફિનસર્વ અને રૂસિલ ડેકોર

આજે નરમાશ સાથે કારોબારની શરૂઆત ગઈકાલના જબરદસ્ત કડાકા બાદ આજે પણ શેર બજારમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો હતો. Sensex અને Nifty બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે પ્રારંભિક કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. સેન્સેક્સ ગઈકાલના 59,984.70 ના બંધ સ્તર કરતા નીચે 59,857.33 ઉપર ખુલ્યો હતો જે વધુ ઘટાડા સાથે 59,104.58 સુધી સરક્યો હતો.

નિફટીની વાત કરવામાં આવે તો ઇન્ડેક્સ નરમાશ દર્શાવી રહ્યો છે. નિફટી આજે 17,833.05 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 17,857.25 હતું. આજે ઇન્ડેક્સ લાલ નિશાનમાં પ્રવેશ મેળવી શક્યો નથી જે 17,613.10સુધી નીચલી સપાટીએ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો

આ પણ વાંચો : GST Compensation: કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 44,000 કરોડ રૂપિયા ફાળવ્યા, ગુજરાતને મળી કેટલી રકમ? જાણો અહેવાલ દ્વારા

g clip-path="url(#clip0_868_265)">