Share Market : શેરબજારમાં તેજીનો દોર યથાવત, SENSEX 56K ને પાર , જાણો કોણ છે આજના TOP GAINER અને TOP LOSER

આજે સેન્સેક્સ(Sensex) 56,073.31 અને નિફ્ટી(Nifty) 16,691.95 ના સ્તર પટ ખુલ્યો. બંને ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી કારોબાર આગળ ધપાવ્યો છે. સેન્સેક્સ 56,086.50 સુધી all time high લેવલ પર જોવા મળ્યો હતો

Share Market : શેરબજારમાં તેજીનો દોર યથાવત, SENSEX 56K ને પાર , જાણો કોણ છે આજના TOP GAINER અને TOP LOSER
SYMBOLIC IMAGE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 9:50 AM

આજે શેરબજાર(Share Market)માં મજબૂત શરૂઆત થઇ છે.આજે સેન્સેક્સ(Sensex) 56,073.31 અને નિફ્ટી(Nifty) 16,691.95 ના સ્તર પટ ખુલ્યો. બંને ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી કારોબાર આગળ ધપાવ્યો છે. સેન્સેક્સ 56,086.50 સુધી all time high લેવલ પર જોવા મળ્યો હતો જયારે નિફટીએ 16,693.00 સુધી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરમાં વધારો જોવા મળ્યો છે અને 8 શેરો લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. એચડીએફસી બેંકના શેર 2% અને એચડીએફસીના શેર 1% તેજી સાથે વેપાર કરી રહ્યા છે.

BSE પર 2,221 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 1,281 શેર લાભ સાથે વેપાર કરી રહ્યા છે અને 860 શેરમાં નરમાશ દેખાઈ રહી છે. આ સાથે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 241.66 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ મંગળવારે સેન્સેક્સ 209.69 પોઇન્ટ વધીને 55,792.27 અને નિફ્ટી 51.55 પોઇન્ટ ઘટીને 16,614.60 પર બંધ થયો હતો.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

ગ્લોબલ માર્કેટમાં અમેરિકન શેરબજારો ઘટાડા સાથેમાં બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.79% ના ઘટાડા સાથે 35,343 પર બંધ બંધ થયો હતો. નાસ્ડેક 0.93% ઘટીને 14,656 અને S&P 500 0.71% ઘટીને 4,448 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. અમેરિકામાં 5 દિવસની રેકૉર્ડ તેજી પર બ્રેક લાગી છે. નબળા રિટેલ સેલ્સ અને ડેલ્ટા વેરિએંટથી બજારમાં દબાણ જોવાને મળી રહ્યુ છે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 1.26% પર રહી છે. એશિયામાં માંગ ઘટવાની આશંકાથી ક્રૂડ પર દબાણ બનેલુ છે.

આજે મોટાભાગના એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. SGX NIFTY 22.00 પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યું છે. નિક્કેઈ 0.44 ટકાનો વધારો દર્શાવે છે. તાઇવાનનું બજાર 1.06 ટકા ઘટીને 16,484.98 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. આજે હેંગસેંગ 0.11 ટકાના વધારા સાથે 25,775.47 ના સ્તરે જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને શંઘાઈ કમ્પોઝિટ 0.08 ટકાનો ઉછાળો દર્શાવે છે.

ભારતીય શેરબજારમાં  સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળીરહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.71 ટકા વધારા સાથે 36,122.30 ના સ્તર પર નજરે પડયો હતો.

આજે ફાઈનાન્શિયલ સર્વિસ 0.78%, પ્રાઈવેટ બેન્ક 0.62%, ઑયલ એન્ડ ગેસ 0.28%, ઑટો 0.22%, પીએસયુ બેન્ક 0.04%, એફએમસીજી 0.32%, હેલ્થકેર 0.29% અને ફાર્મા 0.43% વધારા સાથે જોવાને મળી રહ્યા છે. જ્યારે આઈટી, મેટલ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે.

જાણો આજના પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો

લાર્જકેપ વધારો : એચડીએફસી બેન્ક, આઈશર મોટર્સ, એચડીએફસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેંટ્સ, નેસ્લે ઈન્ડિયા અને એસબીઆઈ લાઈફ ઘટાડો : જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને આઈઓસી

મિડકેપ વધારો : અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, હિંદુસ્તાન એરોન, ઈમામી અને ઓયલ ઈન્ડિયા ઘટાડો : ફ્યુચર રિટેલ, અદાણી પાવર, જિંદાલ સ્ટીલ, અપોલો હોસ્પિટલ અને જેએસડબ્લ્યુ એનર્જી

સ્મૉલકેપ વધારો : રેડિંગટન, સ્ટીલ સ્ટેર વ્હીલ, બ્રાઈટકોમ ગ્રુપ, કારદા કંસ્ટ્ર્ક્ટ અને કાવેરી સીડ ઘટાડો : આવાસ ફાઈનાન્શિયર, વેસ્કોન એન્જિનયર, ફ્યુચર લાઈફ, સાગર સિમેન્ટ અને સિમપ્લેક્સ ઈન્ફ્રા

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: આમ આદમી માટે રાહતના સમાચાર, સરકારી તેલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો, જાણો કેટલું સસ્તું થયું ડીઝલ

આ પણ વાંચો :   LPG Gas Cylinder Price: ડીઝલ 20 પૈસા સસ્તું કરી રાંધણગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો ઝીકાયો, સામાન્ય માણસને લાભ કે નુકશાન ?

g clip-path="url(#clip0_868_265)">