Petrol Diesel Price Today: આમ આદમી માટે રાહતના સમાચાર, સરકારી તેલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો, જાણો કેટલું સસ્તું થયું ડીઝલ

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો.

Petrol Diesel Price Today:  આમ આદમી માટે રાહતના સમાચાર,  સરકારી તેલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો, જાણો કેટલું સસ્તું થયું ડીઝલ
PETROL - DIESEL PRICE TODAY
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 8:26 AM

પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ (Petrol Diesel Price Today) ની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. જેમ જેમ ઇંધણ વધુ ખર્ચાળ બને છે તેમ તમને જરૂરી દરેક વસ્તુની કિંમતો વધે છે.આથી આપણી નજર પેટ્રોલ-ડીઝલના ભાવ પર હોય છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર આજે ઇંધણના ભાવમાં ફેરફાર થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા એક મહિનાથી સ્થિર છે. આજે ડીઝલના ભાવ નીચે આવ્યા છે અને પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા છે. દેશના મોટા શહેરોમાં ડીઝલના દરમાં 20 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ છેલ્લે 17 જુલાઈએ પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.59 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ ભારતમાં ઇંધણના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. ભાવવધારા બાદ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ વેચાઈ રહ્યું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.84 89.67
Mumbai 107.83 97.24
Chennai 99.47 94.20
Kolkata 102.08 92.82

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, લદ્દાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર છે.

દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ કેમ હોય છે? ભારત એકમાત્ર દેશ છે જ્યાં બળતણ પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા સ્થાનિક કર અને નૂરને કારણે જુદા જુદા શહેરો માટે કિંમતોમાં તફાવત પણ અલગ છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી પણ વસૂલે છે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

આ પણ વાંચો :  RBI એ HDFC BANK ઉપર ડિસેમ્બર 2020 થી લાગુ કરેલ પ્રતિબંધ હટાવ્યો, હવે બેંક નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરી શકશે

આ પણ વાંચો :   Sterlite Power IPO : ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ 1250 કરોડનો IPO લાવી દેવું ચૂકવશે, SEBI સમક્ષ અરજી કરી

g clip-path="url(#clip0_868_265)">