LPG Gas Cylinder Price: ડીઝલ 20 પૈસા સસ્તું કરી રાંધણગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો ઝીકાયો, સામાન્ય માણસને લાભ કે નુકશાન ?
ગુજરાતની વાત કરીએતો(LPG Gas Cylinder Price in Gujarat) અમદાવાદમાં સિલિન્ડરની કિંમત 841.50 રૂપિયા હતી જે ઉપર પણ હવે વધારે કિંમત ચૂકવવી પડશે. આ પહેલા 1 જુલાઈએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
LPG Gas Cylinder Price: સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એક વખત ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder)ના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 14.2 કિલો બિન સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલો LPG સિલિન્ડર 859.5 રૂપિયા થઈ ગયું છે જ્યારે અગાઉ તેની કિંમત 834.50 રૂપિયા હતી.
ગુજરાતની વાત કરીએતો(LPG Gas Cylinder Price in Gujarat) અમદાવાદમાં સિલિન્ડરની કિંમત 841.50 રૂપિયા હતી જે ઉપર પણ હવે વધારે કિંમત ચૂકવવી પડશે. આ પહેલા 1 જુલાઈએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. IOC એ આ મહિનાની શરૂઆતમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો હતો.
મહાનગરોમાં સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમત દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયાથી વધીને 859.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત હવે રૂ 886. મુંબઈમાં સિલિન્ડર માટે 834.5 રૂપિયાને બદલે 859.5 રૂપિયા ચૂકવવા પડે છે અને ચેન્નાઈમાં સિલિન્ડર માટે ગ્રાહકોએ 850.50 ને બદલે 875.5 રૂપિયા ચૂકવવા પડશે.
19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત સરકારી તેલ કંપનીઓ સામાન્ય રીતે દર મહિનાના પહેલા દિવસે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત રૂ 1623 છે .કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂ 1629, મુંબઈમાં રૂ. 1579.50 અને ચેન્નાઈમાં રૂ. 1761 પ્રતિ સિલિન્ડર છે.
LPG ની લેટેસ્ટ કિંમત આ રીતે તપાસો એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર બહાર પાડે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.
સરકારી તેલ કંપનીઓએ ડીઝલ સસ્તું કર્યું સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર આજે ઇંધણના ભાવમાં ફેરફાર થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા એક મહિનાથી સ્થિર છે. આજે ડીઝલના ભાવ નીચે આવ્યા છે અને પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા છે. દેશના મોટા શહેરોમાં ડીઝલના દરમાં 20 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ છેલ્લે 17 જુલાઈએ પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.59 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ ભારતમાં ઇંધણના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. ભાવવધારા બાદ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો : RBI એ HDFC BANK ઉપર ડિસેમ્બર 2020 થી લાગુ કરેલ પ્રતિબંધ હટાવ્યો, હવે બેંક નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરી શકશે