Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ અને નિફટીએ અડધા ટકાની વૃદ્ધિ સાથે કારોબાર આગળ ધપાવ્યો

શુક્રવારે શેરબજારમાં સેન્સેક્સમાં 678 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 59307 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 186 પોઈન્ટની નબળાઈ બાદ 17672 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ અને નિફટીએ અડધા ટકાની વૃદ્ધિ સાથે કારોબાર આગળ ધપાવ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 10:15 AM

ભારતીય શેરબજારે સતત બે દિવસના ઘટાડા બાદ આજે મજબૂત શરૂઆત કરી છે. સેન્સેક્સ શુક્રવારના 59,306.93 ના બંધ સ્તર સામે આજે સોમવારે વધારા સાથે 59,577.48 ની સપાટી ઉપર ખુલ્યો છે. જો નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,783.15 પર ખુલ્યો હતો. શુક્રવારે આ સૂચકઆંક 17,671.૬૫ પર બંધ થયો હતો.

વૈશ્વિક સંકેત સારા મળ્યા  ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વધારાની સાથે વેપાર જોવા મળી રહ્યો છે.આ અગાઉ શુક્રવારે યુએસ બજારો પણ મજબૂત સ્થિતિમાં બંધ હતા. શુક્રવારે ડાઉ જોન્સ 89 અંક વધીને 35,820 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં 50 પોઈન્ટનો વધારો થયો હતો જ્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે બંધ રહ્યો હતો. SGX નિફ્ટી, નિક્કી અને સ્ટ્રેટ ટાઇમ્સ જેવા સૂચકાંકોમાં મજબૂતી જોવા મળી રહી છે. આજના કારોબારમાં એશિયન બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. SGX નિફ્ટી, નિક્કી અને સ્ટ્રેટ ટાઇમ્સ જેવા સૂચકાંકોમાં મજબૂતી જોવા મળી રહી છે. હેંગ સેંગ નબળો દેખાઈ રહ્યો છે, પરંતુ તાઈવાન વેઈટેડ અને કોસ્પી ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ NSE પર F&O હેઠળ પંજાબ નેશનલ બેંક (PNB) માં આજે એટલે કે 1લી નવેમ્બરે કોઈ ટ્રેડિંગ થશે નહીં.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

FII અને DII ડેટા શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી રૂ 5,143 કરોડ ઉપાડ્યા હતા તો બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ 4343 કરોડની ખરીદી કરી હતી.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે  આજે એટલે કે 1 નવેમ્બરે, કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઈ રહી છે, જેમાં HDFC, Tata Motors, Chambal Fertilisers, IRCTC, Bayer Cropscience, Devyani International, Graphite India, IG Petrochemicals, Punjab & Sind Bank, Relaxo Footwears, Shipping Corporation of India, SPARC અને Whirlpool નો સમાવેશ થાય છે.

શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું શુક્રવારે શેરબજારમાં દિવસભર ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 678 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 59307 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 186 પોઈન્ટની નબળાઈ બાદ 17672 ના સ્તર પર બંધ થયો હતો. બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. TECHM, NTPC, INDUSINDBK, KOTAKBANK, LT, AXISBANK અને Infosys ટોપ લુઝર્સ જ્યારે ટોપ ગેનર્સમાં ULTRACEMCO, DRREDDY, MARUTI, TATASTEEL, TITAN અને ICICIBANKનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો :  LPG Cylinder New Prices: મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો, દિવાળી પહેલા LPG Cylinder 268 રૂપિયા મોંઘો થયો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણના સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી રહ્યા છે, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">